________________
૧૩૪ મુક્તાફળને સમુદ્ર છે, જે સ્ત્રીના ચક્ષુરૂપી ચકોર પક્ષીને પૂર્ણિમાના ચંદ્રરૂપ છે. અને જે સૌભાગ્યની લક્ષ્મીને ભંડાર છે એવું નવયૌવન પ્રાપ્ત થતાં માનવી મદનના મદમાં મસ્ત રહે છે, પરંતુ જેને વિકાર થતું નથી તે પુરુષને જ ધન્ય છે.
અહીં વેશ્યાના ઘરમાં રહેલે ચારુદત્ત તેના પિતા પાસેથી જેમ જેમ દ્રવ્ય મંગાવે છે તેમ તેમ તેના પિતા એકલી આપે છે. આમ મોહને વશ થયેલા શ્રેષ્ઠીને પુત્ર માટે દ્રવ્યને વ્યય કરતાં બાર વર્ષ વ્યતીત થઈ ગયાં. તે બાર વર્ષ દરમ્યાન સેળ કોડ પરિમિત દ્રવ્યને વ્યય થયે. કેમે કરીને એ શ્રેષ્ઠી નિધન થઈ ગયે, તેણે પિતાના નોકરને વેશ્યાને ઘરે ચારુદત્તને બોલાવા મોકલ્ય, પણ ચારુદત્ત વેશ્યામાં અત્યંત લીન હોવાથી તેણે પિતાની વાત પર ધ્યાન ન આપ્યું, કેમકે વેશ્યા તે તેને પ્રાણપ્રિય હતી, પ્રાણ વગર શરીર શી રીતે ચાલે ? આથી તેના માતાપિતાને ઘણું દુઃખ થયું, તેઓ બોલવા લાગ્યા, “અરેરે ! હાથનાં કર્યા હૈયે વાગ્યાં.” ધન અને પુત્ર બન્નેના વિયોગે દુર્દેવના પંજામાં સપડાયેલા ચારુદત્તના માતાપિતા તેનાથી હંમેશને માટે મેં ફેરવી જતાં રહ્યાં. (મૃત્યુ પામ્યાં).
હવે અહી વેશ્યા વિચારે છે કે જરૂર આ ભાનુપુત્ર નિધન થઈ ગયું હોય એમ લાગે છે. હવે આના ઘેરથી ધન આવે એવું લાગતું નથી માટે ચારુદત્તને કાઢી મૂકવે જગ્ય છે. સુગંધરહિત પુષ્પને, જળરહિત તળાવને અને જીવેરહિત શરીરને જેમ કોઈ સેવતું નથી. તેમ નિર્ધન પુરુષને કે સેવે ? આમ વિચારી વેશ્યાએ કહ્યું, “હે શ્રેષ્ઠીપુત્ર ! અમે તે હિંસાના પૂજારી છીએ માટે તમે જાઓ, પિસો હોય ત્યારે આવજે અમારા ઘરમાં દરિદ્ર માટે કોઈ સ્થાન નથી.”