________________
૧૩૩
ખેલે છે કે જે પુરુષો ગૃહસ્થાચિત વ્યવહાર વગર મૂઢની માફક કેવળ શાસ્ત્રાભ્યાસ જ કર્યા કરે છે તે નિશ્ચય શિંગડા વગરના પશુ સમાન છે, આ પુત્ર વિવાહિત હાવા છતાં સંસારના સ્વરૂપને કાંઈ જાણતા જ નથી, સ‘સાર સ્વરૂપની સમજ વગર સંતાન શી રીતે થશે ? આમના સંસાર શી રીતે ચાલશે ? તેથી કાઈ એવા વિચાર કરવા જોઇએ કે જેથી તે આ સંસાર સ્વરૂપ જાણવામાં ચતુર થાય.
શ્રેષ્ઠી મેલ્યા : “ જો આને વેશ્યાના સંગ થાય તા નિશ્ચય આ શાસ્ત્રના રસને મૂકી, વિષયવાસનામાં નિપુણ થશે.” આમ વિચારી ચારુદત્તને સંતસેના નામની વેશ્યાને ત્યાં મૂકયા, જેનુ' દૈવ પ્રતિકૂળ થાય તે શું શું અકાર્ય ન કરે ? દૈવ પણ કાંઈ કાઇને થપ્પડ મારતા નથી, પણ દુર્બુદ્ધિ જ આપે છે. તેથી તે દરિદ્રતાને પામે છે, કહ્યું છે કે:
विही रुट्ठो जह माणसां नाउं घालइ कूए । कां वेश्याघरे पाठवे कां रमावे जूए ॥१॥
અર્થ :—મનુષ્ય પર જ્યારે વિધાતા રિસાય છે. ત્યારે તે મનુષ્યને કૂવામાં પાડે કે વેશ્યાને ઘરે મોકલે; અથવા તે
જુગાર રમાડે.
પછી વસતસેનાએ ચારુદતને સ`ભાગની બધી કળાઆમાં નિપુણ બનાવ્યો, તેથી તે પણ કૃતઘ્નની જેમ વેશ્યામાં એવા આસક્ત થયા કે ક્ષણવાર પણ તેનાથી છૂટા ન પડતા, કારણ કે જે કામદેવને પ્રિય મિત્ર છે, જે શગારવૃક્ષને મેઘ રૂપ છે, જે ફેલાતા ક્રીડારસના પ્રવાહ છે, જે ચતુરાઈપી