________________
૧૨૯
તે પૃથ્વી પર ઢળી પડ્યો. તે જોઈ અમે ગભરાઈ ગયાં, અને દીપક લઈ જેવું ઉપર જોયું ત્યાં એક ભયંકર ભુજગ જીભને લપકારા કરતા બેઠા હતા. તેના મુખમાંથી જ ભેજનમાં વિષ પડેલું, તેથી હંસ બેભાન થઈ ગયેલું. અમે બધાએ દુઃખી થઈ વિચાર્યું કેશવ ખરેખર ધન્ય છે. જે વ્રત વિષયમાં નિશ્ચળ રહ્યો.
અહીં અમારા બૂમબરાડા સાંભળી આજુબાજુના માણસો એકત્રિત થઈ ગયાં અને હંસને ઉપચાર કરવા લાગ્યા, પરંતુ તેથી તેને કોઈ ફાયદો ન થયું. ત્યારપછી એક વિષવૈદ્યને બેલા, તેણે પણ કહ્યું કે આ વિષના સંપર્કથી આના અંગેઅંગ ગળી જશે અને આ એક મહિનાથી વધારે જીવી પણ નહિ શકે. વૈદ્યનાં વચન સાંભળીને હું તને શોધવા નીકળી પડ્યો છું. મેં તને અનેક જગ્યાએ શેળે. પણું તારે કયાંય પત્તો લાગ્યું નહીં. પણ આજે પુણ્યબળથી તું મને મળી ગયે. હે પુત્ર ! મને ઘેરથી નીકળ્યા આજ એક મહિને થયો છે. માટે તારે મેટોભાઈ આજે મરી ગયો હશે અથવા મરવાની અણી પર હશે.
કેશવ નરેશ વિચારે છે–મારો ભાઈ અહીંથી સે જન દૂર છે. તેથી આજે જ જવામાં સમર્થ શી રીતે થઈશ ? એમ વિચારે છે ત્યાં તે પિતા સાથે પોતાને પોતાના ભાઈ પાસે ઊભેલે . તે સમયે હંસના શરીરમાંથી અત્યંત દુધ નીકળતી હતી, તેનાં બધાં અંગ ગળી રહ્યાં હતાં.
આ પ્રમાણે અત્યંત દુઃખી અવરુદ્ધ વચનવાળા ભાઈને જેઈને ચિન્તાવ્યગ્ર કેશવ હૃદયમાં દુઃખ ધારણ કરતે