________________
આવી શુભ ચ, છાએ કેશવને
૧૨૮ મહેલમાં લાવ્ય, શુભમુહૂર્ત અને શુભ દિવસે રાજાએ કેશવને રાજ્યાભિષેક કરી પિતાના સ્થાને સ્થાપે, પછી પોતે મહે
ત્સવપૂર્વક ગુરુ પાસે આવી શુભ ભાવનાથી પ્રવજ્યા સ્વીકારી. કેશવ પણ ગુરુ તથા રાજર્ષિ (નવદીક્ષિત) ને વંદન કરી નગરમાં પાછો આવ્યો. ત્યાં જિનેશ્વરેના બિંબની પૂજા કરી, દીનદુઃખીઓને દાન આપી, પછી પોતે પારણું કર્યું, અને સુખપૂર્વક રાજ્ય પાળવા લાગ્યું. ધીરે ધીરે તેણે પિતાના બાહુબલથી ઘણા દેશે જીત્યા. તેના બળ અને ચતુરાઈની. પ્રશંસા ચારે બાજુ થવા લાગી. તે પ્રજાને પુત્રની પેઠે પાળતે.. પિતાના કુટુંબને સંભાળતો રાજ્ય કરવા લાગ્યા.
એક દિવસ કેશવ રાજા ગવાક્ષમાં બેઠે હતો તેવામાં તેણે પિતાના પિતાને કફોડી હાલતમાં જોયા. અત્યંત મલિન વસ્ત્રોથી આવૃત, થાકેલા દરિદ્રની જેમ આમતેમ ભટકતાં, અને ચિંતાથી વ્યગ્રચિત્તવાળા પિતાને જોઈ કેશવ મહેલ મૂકી શીધ્ર પિતા પાસે આવી પગે પડ્યો. આ જોઈ નગર નિવાસી બહુ આશ્ચર્ય પામી વિચારવા લાગ્યા; અદ્ભૂત આશ્ચર્ય ! આવી ઉત્તમ પ્રકારની સંપત્તિથી વિભૂષિત રાજાને પિતા આ દરિદ્ર કેમ સંભવે ? એટલામાં રાજાએ પૂછયું, “હે. તાત! આપની આવી અવસ્થા શાથી થઈ! અઢળક સંપત્તિના સ્વામી તમે આજ દરિદ્ર શી રીતે થયા? યશેરને ઘણું દિવસે પછી પુત્રને સંયોગ થયો. એમાં પણ કંગાલ અવસ્થામાં નહીં પણ એક રાજાધિરાજના હોદ્દા પર તેને જોઈ યશોધરની આંખમાંથી હર્ષાશ્રુની ધારા પડવા લાગી.
શેઠ બોલ્યા, “હે પુત્ર! તારા ગયા પછી રાત્રે મેં હંસને ભજન કરવા બેસાડ્યો, તેણે ડું ખાધું હશે ત્યાં