________________
૧૩૦ વ્યાધિ નિવારવાના ઉપાય શોધવા લાગે, તેવામાં તેની પાસે વહિનસુરે આવી કહ્યું. “હે રાજન ! તું ચિંતા શા માટે કરે છે? અવધિજ્ઞાનથી તારો અભિપ્રાય જાણી, તને તારા પિતા સાથે હું અહીં લાવ્યો છું. પૂર્વે મેં જે વરદાન આપેલું તે શું તું ભૂલી ગયે ? એમ કહી દેવ સ્વર્ગમાં જતો રહ્યો.
અહીં ખુશી થયેલા કેશવે પિતાના પગના અંગુષ્ઠ જલથી હંસના અંગનું સીંચન કર્યું, તે જ વખતે હંસ વ્યાધિમુક્ત થયે. તેના અંગોપાંગ સુંદર અને સ્વસ્થ થઈ જવાથી તે અત્યન્ત રૂપવાન થઈ ગયે, તે જોઈ સ્વજનવર્ગ મહોત્સવ કરવા લાગ્યા.
આ પ્રમાણે કેશવને મહિમા જાણું નગરના બધા રોગી આવી ઔષધિની પ્રાર્થના કરવા લાગ્યા. કેશવરાજાએ પગના અંગુષ્ઠજળથી બધાને સાજા કર્યા. આમ કેશવરાજાને મહિમા દેશ વિદેશમાં ગવાયે, પછી રાજા પરિવાર સાથે પોતાના રાજ્યમાં આવ્યું, ત્યાંના નિવાસીઓએ પણ અંગુષ્ઠ પ્રક્ષાલન જળને સુવર્ણકળશમાં રાખી નિધાનની માફક પોતપોતાના ઘરમાં રાખ્યું.
તે રાજાએ પોતાના દેશમાં પડહ વગડાવી, રાત્રિભોજનને પ્રતિષેધ કર્યો. લકે પણ રાજાના પ્રભાવને જોઈ રાત્રિભજન નિયમને પાળવા લાગ્યા, આમ કેશવરાજા ઘણું કાળથી રાજ્ય કરતે સુખે પ્રજાપાલન કરતે આલેક–પરલોકમાં પણ સુખી થયે.
છે ઇતિ હંસ કેશવ કથા સમાપ્ત છે