________________
૧૨૫
'
શકતા નથી તેમજ રાજ્ય આપવાની શક્તિ પણ મારામાં નથી. આ તારા ગુરુ નથી પણ મારી રચેલી માયાજાળ છે. કેવળ આનાથી જ મેં તારી પરીક્ષા કરી હતી. ” એમ કહી. યક્ષ અદૃશ્ય થઈ ગયા. અત્યંત વિસ્મય પામેલા, યાત્રીગણ : કેશવ પાસે આવ્યો, અને ધન્યવાદ આપી તેની હકીકત પૂછી. સાત દિવસના ઉપવાસી જાણી, કહ્યું, “હે મહાભાગ ! સાત. ઉપવાસથી તું ખિન્ન થઈ ગયા છે, માટે અમે પણ કાલ સવારે તારી સાથે જ પારણું કરશું. એમ કહી સૂવા માટે તેને એક. શય્યા આપી, તેના પર કેશવ સૂઈ ગયા. યાત્રિક લેાક પણ તેને દૃઢ પ્રતિજ્ઞાવાળાં જાણી, વખાણ કરતાં સહું સહુની પથારીમાં સૂતાં કેશવ ઘેરનિદ્રામાં સૂતા હતા ત્યાં યક્ષ પ્રત્યક્ષ થઇ કેશવને જગાડવા લાગ્યા; “ હે કેશવ! નિશા ગઈ, સૂર્ય ઉદ્ભય પામ્યા છે, માટે શય્યા છેડી સાવધાન થા. સાંભળી કેશવ જ્યાં આંખ ઉઘાડી જોવે છે ત્યાં તેણે ચારેબાજુ પ્રકાશ જોયા, નભમંડળ પર સૂર્યને જોઈ વિચારે છે, હું રાજ તા સૂર્યોદય પહેલાં જાગી જઉં છું; પણ આજ તા હજી સુધી આંખમાંથી ઉંઘ ઊડતી નથી, માટે નિશ્ચય હજી સૂર્ય ઉદય પામ્યા નથી. આ પ્રમાણે શંકાશીલ કેશવને જોઇ યક્ષ એક્લ્યા, “ હે કેશવ ! વિસ્મય મૂકીને પ્રાતઃક્રિયા કરી પારણુ કર. ” કેશવ બાલ્યા, હે યક્ષરાજ ! તું મને શા માટે છેતરે છે? હજી તેા ઘણી રાત છે, કેવળ તારી માયાથી જ દિવસ દેખાય છે. એટલામાં તે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ, અને હે કેશવ! “ વિજય પામ, વિજય પામ,” એમ આકાશવાણી થઈ, તરત જ એક દિવ્ય રૂપધારી દેવ પ્રગટ થયા. વિસ્મય. પામેલેા કેશવ ચારે તરફ જોવા લાગ્યેા ત્યાં ન હતા યક્ષ કે ન. હેતું મદિર અને યાત્રિકા પણ ગાયબ થઈ ગયા હતા.
” આ