________________
૭૨
જાણી પિતાનું રાજ્ય તેને સેંપ્યું. અને પિતે રાણુ સહિત દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું, કર્મના મૂળને છેદી અનંત અવ્યાબાધ શિવસુખને પામ્યા. અહીં હરિબલ રાજા અને રાજ્યનું સારી રીતે પાલન કરવા લાગ્યું. પહેલાંની ત્રણ રાજ્યકન્યા પટ્ટરાણીઓ હતી. બીજી પણ તેને અપ્સરા જેવી ઘણું રાણીઓ હતી. આમ તે પોતાની પત્નીઓ સાથે વિવિધ વિષયના સુખ ભોગવત કાળ નિર્ગમન કરવા લાગ્યો અન્યથા એક દિવસ હરિબલ ભૂપતિને વનપાલકે વધામણ આપી. “હે સ્વામિન્ ! આપણુ ઉદ્યાનમાં આપના ગુરુ ધર્માચાર્ય પધાર્યા છે, આ સાંભળી ખુશ થયેલા રાજાએ તેને ઘણું દાન આપી વિસર્જન કર્યો. પછી પાંચે અભિગમને સાચવતે મેટા આડંબિર પૂર્વક પરિવાર સહિત ઉદ્યાનમાં આવ્યું. ગુરુજીને ત્રણ પ્રદક્ષિણું પૂર્વક પંચાંગપ્રણિપાત કરી ગુરુ સન્મુખ બેઠે. પછી વિનંતિ કરી કે હે સ્વામિન! હું હીન કુળમાં જન્મે છતાં આપની કૃપાથી અતુલ સમૃદ્ધિ પામ્યો છું. માટે કૃપા કરી અનંત આનંદ આપનારો ધર્મ ઉપદેશ આપે કે જેથી હું પરભવે પણ સુખી થાઉં. ગુરુ બોલ્યા કે હે હરિબલ! તને ધન્ય છે કે તારી મતિ ધર્મ વિષયમાં થઈ આ સંસારમાં પ્રાણીએને મોટી મોટી મહેલાત કંચન અને કામિની વાહનો અને સેવકે નૃત્ય અને વાજિંત્રે વિગેરે બહુ ઘણું ઘણું હોય છે, પરંતુ જેઓ ધર્મમાં પ્રીતિ ધરાવે છે. “ તેઓજ ધન્ય છે.”
હે ભદ્ર! ધર્મના બે ભેદ છે. એમાં પાંચ મહાવ્રત રૂપ યતિ ધર્મ છે. અને બીજું શ્રાવક ધર્મ બાર અણુવ્રત વિગેરે સહિતને જિનેશ્વરેએ કહ્યો છે. આપણા સિદ્ધાંતને મૂળ પાયે અહિંસા છે. સર્વવિરતિ વિના જીવદયાનું આરાધન થઈ શતું નથી. જે જીવ સર્વવિરતિ (ચારિત્ર) પાળવા સમર્થ