________________
૧૦૩
દિવ્ય વસ્ત્રાભૂષણથી વિભૂષિત એક પુરુષને પિતાની સામે ઊભેલો છે. તે પુરુષ બોલ્યો. “હે ભદ્રે ! વિરમય પામ્યા વગર હું કહું તે સાંભળ, વૈતાઢય પર્વત ઉપર મણિપુર નામે નગર છે. ત્યાં હું મણિચૂડ નામે વિદ્યાધર રાજા રાજ્ય કરું છું, એક રાતે હું નગરચર્યા તે ભ્રમણ કરતા હતા ત્યાં મને એક ગ્લૅક સાંભળાય –
सर्वत्र वायसाः कृष्णाः, सर्वत्र हरिताः शुकाः । सर्वत्र सुखिनां सौरव्यं, दुःखं सर्वत्रः दुःखिनाम् ॥ १ ॥
અર્થ:–જ્યાં જુઓ ત્યાં કાગડા તો કાળા જ દેખાય છે. અને પોપટ લીલા જ હોય છે તેમ હંમેશાં સુખીજનેને બધે સુખ અને દુઃખીજનોને બધે દુઃખ જ મળે છે.
આ શ્લેક સાંભળી મેં વિચાર કર્યો, શું આ બધું સાચું હશે કે હંબક? આની પરીક્ષા કરવી જોઈએ, એમ વિચારી હું ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં આવ્યો. અને કઢીઆનું રૂપ લઈ ચૌટા ઉપર ઊભે રહ્યો. એટલામાં જ રાજપુરુષોએ મને તારા પિતા સમક્ષ હાજર કર્યો—તારા પિતાના કહેવાથી તું ઊઠી અને ત્વરાથી મને વરી. હે સુન્દરી ! હું નથી જાણતા કે આ બધું શાથી બન્યું? મેં તારી બહુ દુઃખજનક પરીક્ષા કરી, પણ જેમ વાયુથી મેરૂચૂલા ન કરે તેમ તું પણ શિયળથી જરાયે ડગી નહિ, આપત્તિરૂપ મેટા અગ્નિમાં શિયળરૂપ સુવણને નિર્મળ કરનારી હે પ્રિયા! ધન્ય છે, આ વિશ્વમાં વખાણવા યેગ્ય છે, વળી હે દેવી! મારું રાજ્ય કૃતાર્થ છે. તથા મારું જીવન પણ સફલ છે. ”
વિદ્યાધરનાં આવા વચન સાંભળી મદિરાવતી મનમાં ચિંતવે