________________
૧૧૫
અઃ—જે પુરુષ સત્વયુક્ત રાત્રિભાજનનું પચ્ચક્ખાણ કરે છે તે પોતાના અડધા આયુષ્યના ઉપવાસ જેટલું ફળ
પ્રાપ્ત કરે છે.
અન્ય શાસ્ત્ર પણ કહે છે કે
चत्वारि खलु कर्माणि, संध्याकाले विवर्जयेत् ॥ आहारं मैथुनं निद्रां स्वाध्यायं च विशेषतः ॥ ॥ १ ॥ અર્થ:—મનુષ્યાએ આહાર, મૈથુન, નિદ્રા અને સ્વાધ્યાય એ ચાર કામેાને સધ્યા સમયે અવશ્ય ત્યજી દેવા જોઈએ કારણ કેઃ—
आहाराज् जायते व्याधिः क्रूरगर्भश्च मैथुनात् । निद्रातो धननाशः स्यात्, स्वाध्याये मरणं भवेत् ॥१॥
અર્થ: -સધ્યા સમયે આહાર કરવાથી વ્યાધિ થાય, મૈથુન સેવવાથી ગર્ભદૂર થાય, ઊંઘવાથી ધનનો નાશ થાય અને સ્વાધ્યાય કરવાથી મૃત્યુ થાય છે.
ચારે પ્રકારના આહારરૂપ ચાનિથી ઉત્પન્ન થતાં તેમજ ઉપરથી પડતાં ત્રસ જીવાને રાત્રી ભાજનમાં સર્વજ્ઞાએ વિનાશ જોયેા છે. સાથવા વગેરે રાંધેલા પદાર્થોમાં નિગેાદની જેમ ઉરણીકાઢિ જીવ ઊપજે છે. તે ચેાનિવાળાં કહેવાય છે. વળી સ`પાતિમ ( ઉપરથી આવીને પડતાં પતંગી ધુઆ, કીડી વગેરે ) જીવેાના પણ રાત્રે વધ થતા સર્વજ્ઞ પુરુષાએ જોયેા છે. શીતયેાનિવાળાં ત્રસ જીવે ભૂમિ, વસ્ત્ર અને આહારાદિમાં રાતે ઉત્પન્ન થાય છે. વળી આકાશ માર્ગેથી દિવસના આઠમા ભાગથી અપકાય જીવાની વૃષ્ટિ થાય છે. તે પ્રભાતથી ચાર ઘડી દિવસ ચડે ત્યાં સુધી રહે છે. માટે