________________
કેશવ અને હંસની ક્યા
આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં કુડિનપુર નામનું નગર છે. ત્યાં યશોધર નામને ધનાઢય વણિક વસતે હતે. તેને રૂપગુણ શીલ સંપન્ન રંભા નામની ભાર્યા હતી. તેમને હંસ અને કેશવ નામના બે પુત્રો હતા. તેઓ મનુષ્ય સંબંધી અનેક સુખે ભેગવતાં વૃદ્ધિ પામતા હતા. એક દિવસ તે બને બાંધવ, વનખંડમાં કીડા કરવા ગયા. ત્યાં તેઓએ આમ્રવૃક્ષ નીચે અષ્ટપ્રવચન માતાથી મંડિત પંચ મહાવ્રતને ધારણ કરનાર સાક્ષાત્ ધર્મમૂર્તિ જેવા અને જિતેન્દ્રિય એવા મુનિમહારાજને જોયા. મુનિને જોઈ તેઓ બન્ને પ્રણામ કરીને તેમની સામે બેઠા, મુનિએ ધર્મલાભ આપી રાત્રિભેજન ત્યાગ વિષે ધર્મોપદેશ આપે કે રાત્રિભોજનથી જીવ આલેક અને પરલેકમાં મહા દુઃખ પામે છે. તે સાંભળી રાત્રિભોજનને નિયમ લઈને ઘેર આવ્યા ભેજન કરીને ચટા પર આવેલી એમની દુકાને ગયા, અને વ્યાપાર કરવા લાગ્યાં. પછી તેઓ વેળાસર ઘેર આવ્યા, જનની પાસે ભેજન માગ્યું, માતાએ કહ્યું, “અરે પુત્ર ! તમારું આજે ચસકી ગયું છે કે શું? રાજ તે રાત્રીએ દુકાન બંધ કરીને જમવા આવતા, આજ