________________
૧૧૧
ચશે તેમ હું કરીશ. પુત્રનું માતા પર વાત્સલ્ય ત્યારે જ પ્રગટે કે જ્યારે પુત્ર વડે માતા ધર્મમાં જોડાય. રાત્રિ થવાને અંતમુહૂત દિવસ બાકી હોય ને ભોજન કરીએ તાપણુ વષણુ લાગે છે. ત્યારે હમણાં તે અધકારમય રાત્રિ જ દેખાય છે. માટે હું તાત ! તમારે મને ઘડી ઘડી ભાજનનુ ન કહેવું. ” તે સાંભળતાં જ યશેાધરની આંખો લાલ અંગારા વરસાવતી થઈ ગઈ અને તે ઊભા થઈ ક્રોધાવેશમાં ખેલ્યા, અરે કુપુત્ર ! દુષ્ટાત્મા ! ! જો તારે મારું વચન ન માનવું હાય તા મારે તારું કાંઇ કામ નથી. ચાલ, નીકળ ઘરમાંથી, મારી દૃષ્ટિથી દૂર જા. પિતાના વચન સાંભળતાં જ કેશવ જેમ ગુફામાંથી કેસરીસિંહ નીકળે તેમ ચાલી નીકળ્યે, તેની પાછળ હંસ પણ જવા લાગ્યા. ત્યાં યશેાધરે તેના અને હાથ પકડી મીઠી ભાષામાં કહ્યું. “હું હસ! તે તેા ખાળક છે, એ દહાડા ફરી પાછો આવશે, તુ તે માટે છું, આખા કુટુંબનેા ભાર તારે સંભાળવાના છે. તું આમ કરવેડા કરે તે કાંઈ છાજે ? હવે તેા તું ખાળક નથી.” માતાની મમતા અને પિતાના પ્રેમથી પિંજરામાં પૂરાયેલા હુસ લાચાર થઈ જમવા બેઠા.
હવે ઘેરથી નીકળી કેશવ ગામ, નગર, નદી—નાળાં, ખાણ, ઉદ્યાન, વગેરેમાં ફતા તે એક મહા અટવીમાં આવી ચડયો. ત્યાં તેણે એક યક્ષનુ મંદિર જોયું, ત્યાં ઘણા • માણસે યાત્રા કરવા આવ્યા હતાં, કોઈ યક્ષની પૂજા કરતાં હતાં, કોઈ નૈવેદ્ય ધરતાં હતાં અને કેટલાંક નાચગાનમાં મશગૂલ હતાં. કેશવે પણ વિચાર્યુ કે રાતવાસે અહી જ કરવા, એમ