________________
૧૧૪
કર્યું; અનુક્રમે તે મથુરા આવી પહોંચ્યા. ત્યાં તેને સર્વ ચરૂં જે અંગારા વીંછીરૂપે દેખાયા હતા. તે ફરી નિધાન રૂપે થયાં. તેણે પોતાના પરિગ્રહ પ્રમાણથી જરાય વધારે ન લીધું અને ભગવતે ભાખેલા જિનાલય, જિનપ્રતિમા જૈન પુસ્તકે, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ સાતે ક્ષેત્રમાં બાકીનું સર્વ દ્રવ્ય વાપર્યું. આમ હંમેશા પુણ્ય કરતા સુખે રહેવા લાગ્ય, અનુકમે આયુષ્ય ક્ષય થયે તે ચાપલ્યોપમના આયુષ્યવાળે મહા સમૃદ્ધિશાળી દેવ થયે. ત્યાં પણ દેવ સંબંધી અનેક સુખ ભોગવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે જનમશે. અને દીક્ષા લઈ કર્મક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે.
આ અનાદિ અનંત સર્વ દુ:ખના તંત,
આ સંસારને એ સંત, છડી લેશે આનંદ, - -: જે ઈતિ “ધનસાર” કથા સમાપ્ત છે –
* પ્રભુ કહે છે, હે ભવ્ય લેકે ! આ પ્રમાણે સંતોષથી સર્વ સિદ્ધિ આવી મળે છે અને અસંતોષથી એ સંપત્તિ વિપત્તિમાં પરિણમે છે, માટે હે જી ! પાંચમા અણુવ્રતને વિષે આદર કરે. તે સાંભળી આણંદ શ્રાવકે પરિગ્રહ પરિમાણ વ્રત ઉચ્ચાયું. . હે જી ! રાત્રિ જોજન કરવું તે મહાન પા૫ છે, રૂપી અને અરૂપી દ્રવ્યના જાણનાર કેવળી પણ રાત્રિભૂજન કરતા નથી. તે પછી બીજાની શી વાત ? જે પુરુષે રાત્રિભેજન વ્રતનું પચ્ચફખાણ કરે છે તે આ પ્રમાણે પુણ્ય બાંધે છે –
जो पुण करेइ विरई राइभत्तस्स सत्तसंजुत्तो । " सो निअआउअध्धस्स, लहइ उववासफलमउलम् ॥१॥