________________
૧૧૨
“હે નાથ ! મારે મોટોભાઈ અનેક રીતે લોકોને છેતરી ધન ભેગું કરે છે.” આમ અનેક પ્રકારે રાજાના કાન ભંભેર્યા તેથી રાજાએ મોટાભાઈનું સઘળું દ્રવ્ય લઈ લીધું; કેમે કરીને મેટોભાઈ નાના ભાઈનું ચરિત્ર જાણું ખેદ પામે, અને વિચારવા લાગે; અહો ! શું સંસારની વિચિત્રતા છે, કે મા જ સગો ભાઈ પણ દુશ્મન બની અનેક પ્રકારનાં કાવત્રાં કરે, એમ તેના વિરાગ્ય વાસિત હૈયે સંસારની અસારતા જાણી, તેથી તેણે ગુરુ પાસે જઈ ચારિત્ર અંગિકાર કર્યું. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, અને ક્રોધાદિ કષાય રહિત નિરતિચાર ચારિત્ર પાળતાં, અનેક અનુકૂળ પ્રતિકૂળ પરિસહો સહન કરી, પ્રાણુતે કાળ કરી પ્રથમ (સૌધર્મ) દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા.
હવે અહીં નાનાભાઈનું કારસ્થાન જગજાહેર થયું લેકે તેને નિંદવા લાગ્યાં, તથા ફિટકારનો વરસાદ વરસાવવા લાગ્યા, તેથી તેણે તાપસી દીક્ષા લીધી, અનેક પ્રકારના અજ્ઞાન કષ્ટ અને ક્રિયા આદરી તે મૃત્યુ પામ્ય અને અસુરકુમારનિકાયમાં દેવપણે ઉત્પન્ન થયો, ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં તું ધનસાર રૂપે ઉત્પન્ન થયે. પૂર્વભવમાં જીવે શુભાશુભ અધ્યવસાયથી જેવા કર્મો ઉપસ્થિત કર્યો હશે તે તેને ભેગવે જ છુટકે છે. તે પણ દાનાંતરાયના ઉદયથી કૃપણ થયે, વળી પૂર્વભવમાં મોટાભાઈની સર્વ સંપત્તિ તારા કહેવાથી રાજાએ લઈ લીધી તેથી તારી સર્વ સંપત્તિ વિપત્તિમાં બદલાઈ ગઈ.
અહીં તે વડીલબંધુ, દેવલેકમાંથી એવી તામ્રલિપ્તિ નગરીમાં મહાન ધનાઢય શ્રેષ્ઠીને ત્યાં પુત્રરૂપે ઉત્પન્ન થયે. પૂર્વોપાર્જિત પ્રબળ પુણ્યના પ્રતાપે તે અનેક પ્રકારની ત્રદ્ધિને