________________
૧૧૦ रूपं जरा सर्वसुखानि तृष्णा, खलेषु सेवा पुरुषाभिमानम् याच्या गुरुत्वं गुणमात्मशंसा, चिंता बलं हंति दयां च लक्ष्मीः॥
અર્થ –રૂપ અને ઘડપણ, સર્વ સુખને, તૃષ્ણા, લુચ્ચા પુરુષોની સેવા પુરુષાભિમાનને, યાચના, મેટાઈને સ્વલાઘા ગુણને, ચિંતાબળને અને દયાને લમી હણે છે.
હવે ધનસાર વનમાં ચારે બાજુ પરિભ્રમણ કરે છે. એને આશાનું બિન્દુ પણ કયાંય દેખાતું નથી ચારે બાજુ મુસીબતના પહાડ અને તે પર નિરાશાના શ્યામ વાદળાં ફરી વળ્યાં છે. ગમે તેમ તો એ મોટાં વ્યાપાર ખેડનાર સાહસિક વણિક હિતે. તે હિમ્મત ન હાર્યો અને વનમાંથી બહાર નીકળવાને રસ્તો શોધવા લાગે, એવામાં તેણે સત્ય માર્ગદર્શક, પાંચજ્ઞાનના ધણી, અનેક વિદ્યાધથી સેવાતાં મુનિમહારાજાને આમ્રવૃક્ષની શીતળ છાયામાં બેઠેલા જોયા. જેના ચિત્તમાં હર્ષ સમાત નથી, જેના રોમે રોમ વિકસ્વર થઈ ગયા છે એ. ધનસાર ગુરુજીને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પ્રણામ કરીને તેમની સામે બેઠે ત્યારે મુનિ મહારાજે ધર્મદેશના આપી. તે સાંભળી ધનસારે પૂછયું, “હે ભગવન્! કયાં કર્મ કરીને મને અઢળક સંપત્તિ પ્રાપ્ત થઈ ક્યા કર્મના પ્રસાદથી તે નાશ પામી અને શી રીતે હું આ કૃપણ થયે? હે નાથ, કૃપા કરી મને તે બધું કહે.”
ત્યારે મુનિ બોલ્યા, “હે ધનસાર! તું નિઃસંદેહ જાણુ કે આ બધે પૂર્વકૃત કર્મને વિપાક છે. ત્યારે ધનસારે કહ્યું, હે સ્વામિન, મેં પૂર્વભવે શું કર્યું હતું અને તેથી ક્યા કર્મ આંધ્યાં હતાં તે કૃપા કરી હો” તેના કહેવાથી મુનિ કહે છે,