________________
૧૧૧
4 હું ભાગ્યશાળી ! આ જ દ્વીપને તે લવણુસમુદ્ર છે, અને તેને ફરતા જ લાખ લાખ જોજન લાંખે પહેાળા ધાતકી ખંડ છે. તે ધાતકીખંડમાં વ્યખિકા નામની નગરી છે, તેમાં એ • ભાઈ આ વસતા હતા, તે ઘણા સમૃદ્ધિશાળી હતા. તેમાંથી મોટા ભાઈ હમેશાં ઘણું દાન કરતા હતા, પરંતુ નાનો ભાઈ કૃપણતાને લીધે જરા પણ દાન ન આપતા, એટલું જ નહિ પણ તેનો ભાઇ દાન આપતા, તે જોઈ તેના પર ઘણા દ્વેષ - કરતા. એક દિવસ નાનો ભાઈ વિચારે છે કે “ મહામહેનતે
ભેગુ કરેલું ધન આમ કરવાથી નાશ પામશે માટે મારે મારું ધન વહેંચીને જુદા રહેવું એજ ઉત્તમ છે. નહિતર આ મને ભીખ ભેગા કરશે એમ વિચારી પેાતાનો ભાગ વહેંચી જુદો રહ્યો. અહી મોટો ભાઇ જેમ જેમ દાન કરતા ગયા તેમ તેમ લક્ષ્મી અધિકાધિક વધતી જતી કેમકે સરિતાનું જળ વહેવાથી નિળ રહે છે, કૂવાનું પાણી ન વપરાય તે તે પણ ગધાઇ જાય છે તેમ ધર્મ કરવાથી ધન ઘટતું નથી પણ વૃદ્ધિ પામે છે.
અહિં આગળ નાના કૃપણભાઈ એમ સમજતા હતા કે સર્વે ગુણા કાંચનનો જ આશરો લે છે. જેની પાસે ધન છે તે માણસ જ કુલીન, પડિત અને દર્શનીય છે. એમ સમજી તે જેમ જેમ લક્ષ્મીની સંભાળ કરતા ગયા તેમ તેમ લક્ષ્મી તેનાથી રીસાતી ગઈ. મોટા ભાઈ ને સુખી અને ધનાઢચ જોઈ તેને ઈર્ષ્યા આવી, તે વિચારે છે કે મારી લક્ષ્મી નાશ પામતી -જાય છે, અને આની વધતી જાય છે માટે એને કંગાલ કરૂ, એમ વિચારી તેણે રાજા પાસે આવી ફરિયાદ કરી કે,