________________
૧૦૪
છે –“અહો! શિયળનું મહામ્ય મહાન આશ્ચર્યકારી જણાય છે. રાજપુત્રી બોલીઃ “હે સ્વામિન! પૂર્વભવમાં મેં મન, વચન અને કાયાથી જિનધર્મ આરાધ્ય હોવું જોઈએ, તેના જ પ્રભાવથી આપ જેવા ભાગ્યશાળી ભરથારની ભાર્યા થઈ છું.” આ પ્રમાણે વાર્તાલાપ થયા પછી વિદ્યાના બળથી વિદ્યાધરે ત્યાં જ સાતમાળને આલીશાન મહેલ તે જ વખતે ખડે કર્યો અને સુખપૂર્વક દંપતીએ સૌભાગ્ય રાત ઊજવી. અને ઉદયાચલ પર્વત પર રશ્મિવતે પોતાનાં સહસ્ત્ર કિરણોથી પૂર્વ દિશાને જાજવલ્યમાન કરી મૂકી, મદિરાવતીની શિયળલક્ષ્મી જેવા માટે જ જાણે કિરણોને તેના મહેલમાં મેકલ્યા હતા..
તે વખતે મણિચૂડ મદિરાવતીને પૂછે છે કે, “હે પ્રિયા ! તારા પિતાને અહીં બોલાવવા જોઈએ. તે તું કહે શી રીતે બેલાવીએ? ” તે બેલી, “હે સ્વામિન ! મારા પિતાને ખેડૂતના વેશે બેલા જેથી તેમનો દુર્ગતિના મૂળરૂપ દર્પ દબાય.” તે સાંભળી વિદ્યારે એક મહાન સૈન્ય વિકુવી, ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને ચારે તરફથી ઘેરી લીધું, અને પોતાના વાગ્વિદગ્ધ દૂતને રાજા પાસે મોકલ્ય, તે દૂત રાજા પાસે જઈ પ્રણામ કરી અદબથી ઊભો રહ્યો, અને કહેવા લાગે, “હે રાજન ! વૈતાઢ્ય પર્વતના વાસી વિદ્યાધરના રાજા મણિચૂડ પોતાના સિન્ય સામંતો અને સબળ સરદારો સાથે તમારા ઉપર ઘૂઘવતા સાગરની માફક ચડી આવ્યા છે. જે જીવિતવ્ય જરૂરનું જણાતું હોય અને રાજ્ય પર રાગ હોય તે ખેડૂતને લેબાશ લઈ લોકાપવાદની લાજ મૂકી, અમારા અદમ્ય, અધિનામી અધિરાજને અંજલિ જેડી પ્રણામ કરે.” તે સાંભળી