________________
૧૦૫
રિપુમર્દનના કેધે કિનારે છોડ્યો, તે જ્યાં દૂતને ઉત્તર આપવા જાય છે ત્યાં જ બુદ્ધિમાન મંત્રીએ કહ્યું, “હે રાજન ! આ સમયે શાંતિથી કામ લેવાનું હોય, નહિ કે કેuથી. વળી હે રાજન્ ! કહ્યું છે કે –“બળીઆ સાથે બાથ ભીડાય નહિ, સરખા સાથે જ સંગ્રામ શેશે.”
પરન્તુ આ તે મનુષ્યથી બળવાન વિદ્યાધરના પણ રાજા છે, જે આના ઉપર કેધ કરશે તે આપણા સર્વ નાશ જ છે. માટે આપ કે ધ રહિત થાવ. આપના પ્રાણની અને રાજ્યની રક્ષા થાય તેવું કાંઈ કરે.” - પ્રધાનની સલાહ સાંભળી, રાજાના કેપે વિદાય લીધી. રાજા ખેડૂતના કપડાં પહેરી સામતે સાથે મણિચૂડ પાસે આવી પ્રણામ કરે છે, તેવામાં જ ખેચરાધિપતિ તેના વેષનું હરણ કરી નવાં વસ્ત્રાભૂષણથી સત્કારે છે. વિદ્યાધરની ડાબી બાજુએ પિતાની પુત્રી મદિરાવતીને ઊભેલી જોઈ રાજા મનમાં અત્યંત ખેદ કરવા લાગ્યો; પોતાના પિતાની મુખમુદ્રાને ખિન્ન જોઈને મદિરાવતી બેલી, “હે તાત! આપ ખેદ શા માટે કરે છે? આ એ જ કોઢીઓ પુરુષ છે, કે જેની સાથે આપના કહેવાથી મેં પાણિગ્રહણ કર્યું છે. મારા પુણ્યથી અમને ઈન્દ્ર જેવી રિદ્ધિ મળી છે. આ મારા વિવેકી ભરથારે જ આપને ખેડૂતી પિષાક દૂર કર્યો છે. મદિરાવતીના વચને સાંભળી આશ્ચર્યચક્તિ થયેલા રિપુમર્દન રાજાએ વિદ્યાધરને કહ્યું, “હે ખેચરાધિપતિ! તમે તમારું આશ્ચર્યકારી ચરિત્ર કહે તે સાંભળવાને મારું મન અતિ ઉત્સુક છે.” ત્યારપછી વિદ્યારે પિતાનું આખું ચરિત્ર રિપુમર્દન રાજાને કહ્યું, તે