________________
૧૦૭
अ सदारसंतोषस्स समणोवासाणं, इमे पंचअइआरा जाणिअव्वा न फासिअव्वा तं जहा ॥ १ भाडिदाणेणित्तरंगहिआ २ अपरगहिअविहववेसाइ ३ तासुगमणंपरेसि, विवाहपरिमीलणं मोहा ४ कामभोगेसु तिव्वासत्ति थी थण मुहाइ फासेणं इअ पंचअइयारा चउत्थवये ॥
આ વ્રતના પાંચ અતિચાર જાણવા; પણ આદરવા નહિ, તે આ પ્રમાણે –
થોડા કાળ માટે રાખેલી વેશ્યાને સમાગમ, કેઈએ નહિ. ગ્રહણ કરેલી એવી વેશ્યા સ્ત્રીને સમાગમ, પારકા વિવાહો કરવાનું કામ ભેગમાં તીવ્ર અનુરાગ, અને અનંગકીડા, આ પાંચ અતિચાર ચેથા વ્રતના છે માટે તેને ત્યજી દેવા.
હવે પ્રભુ પાંચમા (પરિગ્રહ પરિમાણ) વ્રત ઉપર પ્રકાશે છે, આ વિશ્વમાં પ્રાણ પ્રાયે કરીને પરિગ્રહને માટે અનેક પ્રકારના આરંભ સમારંભ કરે છે, અને તેથી પ્રાણુઓને માટે તે દુઃખની ખાણરૂપ થાય છે. તેથી જીએ પરિગ્રહનું પ્રમાણ કરવું જોઈએ. આ પાંચમા અણુવ્રતને જે મનુષ્ય પાળે છે તેઓ શિવસુખ પ્રાપ્ત કરે છે. વળી તે ધન્ય પુરુષો આ લોકમાં પણ યશ, કીર્તિ, સુખ અને સંપત્તિ સંપાદન કરે છે.
જેમ ઘણા ભારથી વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે તેમ પ્રાણ પરિગ્રહના ઘણા ભારથી સંસારરૂપી સાગરમાં ડૂબી જાય છે. અસંતોષથી જી મથુરાનગરી નિવાસી ધનસારની માફક દુઃખી થાય છે. તે સાંભળી આણંદે પ્રભુને વિનવ્યા કે “હે દયાનિધિ ! તે ધનસાર શ્રેષ્ઠિ કોણ હતા? વળી તેને અસં. તેષથી શું દુઃખ પડયું ?” તે સાંભળી સ્વામિ બોલ્યા, “હે. શ્રમણોપાસક! તું સાવધાન થઈને તેનું દષ્ટાંત સાંભળ” —