________________
૧૦૨ .. વાક્યો સાંભળી, સાહસને ધારણ કરી, મદિરાવતી બેલી, “હે માત! આપે મારાં ઉપર મેટો ઉપકાર કર્યો, પરંતુ ભરસભામાં મારા પિતા સામે મેં આ કઢીઆનું પાણિગ્રહણ કર્યું છે, તે વાતને આખું ગામ જાણે છે. માટે હે દેવી! હું આને શી રીતે ત્યજુ? જે છે તે, પણ આ ભવમાં મારે પ્રાણવલ્લભ તે આ કેઢીઓ જ છે અન્યથા મરણ જ મારું શરણુ , છે. આ કેઢીઓ આગળ આ પુરુષ તે શું પણ ઈન્દ્રની સમૃદ્ધિ અને સૌભાગ્ય કંઈ વિસાતમાં નથી. હું એમ જ માનું છું. કે આ કઢીઓ જ સર્વ સુખસંપત્તિ અને ભેગપગ ભોગવનાર થશે, મને સર્વ પ્રકારની સુખપ્રાપ્તિ આનાથી જ થશે, એ નિશ્ચય છે. માટે હે માવડી! આ પુરુષોત્તમને જેમ લાવી તેમ તેના સ્થાને પહોંચાડ, આ સાંભળતાં જ દેવીનો પિત્તો ખસ્યું. તેણે પ્રચંડ રૂપ કરી, મદિરાવતીનો પગ પકડી આકાશમાં ઉછાળી અને પડતાં પહેલાં જ ત્રિશૂલ પર ઝીલી લીધી. ત્રિશૂલનાં પાંખડા તેની છાતીમાં ભેંકાયા. અને તેમાંથી લેહી. ઝરવા લાગ્યું, દેવી ક્રોધપૂર્વક બોલી. “મારું કહેવું કરે છે કે નહિ ? નહિતર હું તને અહીં જ મારી નાખીશ.” મકકમ મનવાળી મદિરાવતી બોલી, હે દેવી! પ્રાણાંતે પણ હું શિયળ નહિ ખંડું, હમણાં નહિ તે પછી પણ, શરીર નાશ પામવાનું છે જ.” એમ કહી તે નવકાર મંત્રનું સ્મરણ કરવા મંડી પડે છે, ત્યાં તે પિતાને સુખાવસ્થામાં જોવે છે. ન મળે દેવી કે ન મળે નરશેખર, અને પિલે કઢીઓ પણ ગાયબ થઈ ગયો. તે બાળ વિસ્મય પામી વિચારવા લાગી; આ બધું શું - છે? સત્ય છે કે સ્વપ્ન દેવી ગઈ તો બેલા ટળી, પણ મારા પતિ કયાં ગયા? આમ વિચારે છે, ત્યાં એક દિવ્ય રૂપધારી,