________________
૧૦૧
- આ લોકમાં કે પરલોકમાં, સ્ત્રીને શિયળ વિના કેઈ આભૂષણ નથી. ભલે ગમે એટલાં આભૂષણો પહેર્યો હોય, તે પણ શિયળ વગર તે વિભૂષિત ન જ કહેવાય. યૌવન, રૂપ અને લક્ષમી તે આ જીવે અનન્તવાર પ્રાપ્ત કર્યા છે પરંતુ શિયળ રત્ન મળવું દુર્લભ છે. નિર્ધન હો કે તવંગર, રેગી હો કે નિરગી, પણ આ ભવમાં આ શરીરનાં ધણી તે તમે જ છે. એવો વખત આવશે તે હું અગ્નિનું શરણું લઈશ, માટે હે નાથ ! આપની દાસી પર કૃપા કરીને આવાં વચન ફરી કદી ન બોલતા. અતિ સંતોષ પામેલે કેઢીઓ મદિરાવતીના વચનામૃત રસથી સિચાએલે નિદ્રાધીન થયો. આ દંપતીની વાર્તા–સાંભળવા જ જાણે ઊભો ન રહ્યો હોય તેમ વાર્તાલાપ પૂર્ણ થતાં સૂર્ય જતો રહ્યો. દુર્જનના ચિત્તની માફક ઘોર અંધકાર વ્યાપેલે છે. મદિરાવતી પતિના પગ ચાંપતી પંચપરમેષ્ઠિનું ધ્યાન ધરતી હતી. એટલામાં સોળે શણગાર સજી સુશોભિત થયેલી એક દેવી એક પુરુષ સાથે આવી, અને પ્રસન્ન મુખે બોલી, “હે કન્યા ! આ નગરની અધિષ્ઠાયક દેવી છું, તારા પિતાએ તને બહુ વિડંબના પમાડી તેથી તારા ઉપર દયા આવવાથી હું અહીં આવી છું. આમ જે, હું તારા માટે સૌભાગ્યવાન, રૂપવાન, અને પુરુષમાં ઉત્તમ એવા પુરુષને લાવી છું, હે પ્રમદા ! તું આને ભેગવ, અને આ કોઢીઆને પડતે મૂક. શા માટે આની જોડે જીદગી બગાડે છે? આ યુવાની ફરી નથી આવવાની. પાછળથી પસ્તાવું ન પડે માટે સકલસુખના ભવન જેવા આ પુરુષને
સ્વીકારી તારે જન્મ સફળ કર. તમારા બન્નેની મનવાંછિત વસ્તુઓ તમે જીવતા રહેશે ત્યાં સુધી હું મેકલીશ.” દેવીનાં