________________
મા મુકી તેની
શી જાય તે દાંત
પરિહરે, એમાં જ ખરી મેટાઈ છે. લધુતામાં જ પ્રભુતા અને મોટાઈએ જ મૂર્ખતા છે.”
હવે રાજાના ક્રોધે સીમા મૂકી, તેની આંખમાંથી તણખા ઝરવા લાગ્યા, તે દાંત કચકચાવી બોલ્યા, “હે સેવકે ! તમે શીવ્ર જાવ અને અતિ હીનકુળમાં ઉત્પન્ન થયેલા દીન-દુઃખી અને રોગગ્રસ્ત, આજીવિકા ચલાવવાને પણ અસમર્થ એવા પુરુષને પકડી લાવી અહીં જલદી હાજર કરો.” આજીવિકાની લાલસાવાળા સેવકે રાજાની આજ્ઞા મળતાં જ દેડક્યા, નગરમાં ચારે બાજુએ રાજાએ કહેલી વ્યક્તિને શોધવા લાગ્યા, તે લેકે કેમે કરી ચૌટા પર આવ્યા ત્યાં તેઓને તે વ્યક્તિ મળી ગઈ તેને લઈ તે કુતૂહલ પૂર્વક રાજસભામાં આવ્યાં. અંજલિ જેવી રાજાને કહેવા લાગ્યા, “હે સ્વામિન ! આપની આજ્ઞા પ્રમાણે આ પુરુષને અમે લાવ્યા છીએ.” રાજાએ તેની સામે જોયું, તેના ગળેલા કાન, નષ્ટ થયેલી નાસિકા, ઊંટના ઓષ્ટ જેવા લાંબા એષ્ટ, બેસી ગયેલા ગાલ, કોઢના લેબાસમાં દુકાળ, અને હાથપગની આંગળીઓ ગળી ગયેલી જોઈ પર્વતની કંદરામાંથી જેમ નિરંતર ઝરણું ઝર્યા કરે તેમ તેના મેઢામાંથી લાળ ઝરતી હતી. તેથી તે આકુળ વ્યાકુળ જણાત હતો, સમસ્ત શરીરે અગણિત ઘા, ફોલ્લા અને ઘસારા હતાં એમાં વળી પડેલા કીડાઓથી તેનું શરીર ભર્સનીય દેખાતું હતું. વળી તે શરીરમાં અસ્થિ અને ચામડી સિવાય બીજું કાંઈ ન હતું. આવા અતિ ભીષણ શરીરવાળા કેઢીઆને જોઈ રાજા મદિરાવતીને કહેવા લાગ્યું, “હે પુત્રી ! આ પુરુષ તારાં ‘કમે જ અહીં આવેલ છે. માટે તેની સાથે પાણિગ્રહણ કર. તે સાંભળી બાળા ઊઠી અને કેઢીઆ સાથે પાણિગ્રહણ કર્યું. તે જોઈને સર્વત્ર હાહાકાર થઈ ગયો, કોપાયમાન થયેલા