________________
કરાવશે? જે કર્મો શંકર પાસે નિરંતર ખોપરીમાં ભીખ મંગાવે છે, અને તેજ કર્મના પ્રસાદથી સૂર્ય—ચંદ્રને નિરંતર વિશાળ વ્યોમ પ્રદેશમાં પરિભ્રમણ કરવું પડે છે. પૂર્વે શુભાશુભ અધ્યવસાયથી જે જીવ જેવા કર્મ બાંધે છે તેવા તે ભગવે છે. જે એમ ન હોય તે હે પિતાજી! તમારા બધા સેવકને તમારા જેવા કેમ નથી બનાવતા ? આપનો એક સેવક હાથી–ઘેડા પર આરૂઢ થઈ ફરે છે. ત્યારે બીજે પગે ચાલતો દેખાય છે. માટે હે પિતા! જેઓએ પૂર્વે શુભકમ ઉપાર્જન કરેલ છે. તેને જ તમે સુખ આપવા સમર્થ છે, અન્યને નહિ અને હું પણ મારા પૂર્વકૃત શુભકર્મના ઉદયથી જ તમારા કુળમાં ઉત્પન્ન થઈ છું, અને તેથી જ આ સુખ-સામગ્રી મને પ્રાપ્ત થઈ છે.” તે સાંભળી, કોધિત થયેલે રાજા બોલ્યા, “હે મૂખી? ખરેખર તું પુત્રી રૂપે મારી વેરણ દેખાય છે, અને તેથી જ આવા અસમંજસ વાક્યો બેલે છે. હું ધારું તે નિર્ધનને તવંગર, ધનાઢયને દરિદ્ર કરી શકું છું. માટે મારી કૃપા માનીશ તે તને ઉત્તમ રાજકુમાર જોડે પરણાવીશ, તેથી તે પૃથ્વી પર રહીને દેવની માફક કાળ નિર્ગમન કરીશ, અને જે નહિ માને તે કઈ દીન, દુઃખી, અનાથ અને કદરૂપા જોડે પરણાવીશ. તેથી તેને સાક્ષાત્ નરક અહીં જ દેખાશે.” તે સાંભળી આપકમી બા હસીને બોલી, “હે પિતા ! ગમે તેવા મહારાજા સાથે મને પરણાવશે, પણ મારાં પુણ્યને ઉદય નહિ હોય તે તે પણ ભીખ માગતો થઈ જશે. જે મારું પુણ્ય જાગતું હશે તે દીન દુઃખી અને - રેગી પણ મહાસમૃદ્ધિનો ધણી, રાજાધિરાજ થાય એ વાત નિર્વિવાદ છે. માટે સંસારવૃક્ષનાં મૂળ જેવા ગર્વને