________________
મદિરાવતીની કથા
આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં જ ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું રળિયામણું નગર છે, તે જેમ રમ્ય છે તેમ ધન ધાન્યાદિ પદાર્થોથી ભરપૂર છે. ત્યાંનામ જેવા જ ગુણવાળે રિપુમર્દન રાજા રાજ્ય કરતો હતો, તેની તહેનાતમાં હરહમેશ મુકુટ મંડિત મસ્તક નમાવીને ખંડીઆ રાજાઓ રહેતા હતા, તે રાજાને પ્રતાપરૂપી દિનકર અંધારામાં પણ અજવાળું કરતે. તેને રૂપ ગુણ લાવણ્યના કોષ જેવી સૌભાગ્યવંતી અને નિર્મળ શિયળથી અલંકૃત મદનરેખા નામની પટ્ટરાણી હતી, તે જિનમતમાં પ્રવીણ તેમજ જીવાજીવાદિ નવતત્ત્વની જાણ કાર હતી. પૂર્વકૃત પુણ્યના ભેગે મનુષ્ય સંબંધી સુખ ભેગવતાં તેમને વિદ્યુત જેવી મનહર કાંતિવાળી મદિરાવતી નામની પુત્રી જન્મી. તે અતિ રૂપવતી કન્યા ચંદ્ર જ્યોત્સનાની માફક વૃદ્ધિ પામતી અનુક્રમે સ્ત્રીની ચેસઠ કળામાં પ્રવીણ થઈ. તે પિતાની માતા પાસેથી ધર્મનો અભ્યાસ કરી કર્મવાદી સમ્યક્ત્વધારિણી અને જિનમતમાં પ્રવીણ થઈ, તે કેમે કરી જગતના જીવને મેહ પમાડનાર યુવાવસ્થાને પામી.