________________
હંસરાજાની કથા
શ્રી જિનેન્દ્ર બોલ્યા, “આ ભરતક્ષેત્રમાં રાજપુર નામનું નગર છે, ત્યાં હંસરાજા રાજ્ય કરતા હતા. તે ન્યાય પૂર્વક પ્રજાને પાળતો હતો વળી તે રાજા જિનધર્મનો નવતને જાણકાર પરમ શ્રાવક હતું તે મૃષાવાદ વિરમણ વ્રતને સારી રીતે પાળતો હતો. ત્યાં રત્નગ નામનો પર્વત છે. તેના ઉપર આદિનાથપ્રભનું એક આહલાદકારી ચત્ય છે ત્યાં ચિત્રી પૂનમના દિવસે યાત્રા માટે ઘણાં માણસે ભેગાં થાય છે. એક દિવસે રાજા પણ પ્રધાનને રાજ્યભાર પી પરિવાર સાથે યાત્રા માટે નીકળે. રસ્તામાં સ્થાને સ્થાને જિનધર્મની પ્રભાવના કરતો આગળ ચાલતો તે અર્ધા રસ્તે પહોંચે ત્યાં દૂરથી દોડતો દેડતે એક દૂત આવ્યો. તેના મુખ ઉપર ગભરાટ હતો. તેનું શરીર ભયથી કંપતું હતું. કપડાંઓ ધૂળથી ભરાઈ ગયાં હતાં અને તે થાકીને લોથપોથ થઈ ગયે હતો. તેની આંખમાં જુસ્સો હતો. તે મગરૂરની સાથે મજબૂર પણ હતા. તે રાજા પાસે આવી વિનંતિ કરવા લાગે
હે પ્રભો! આપના પ્રયાણની ખબર અર્જુન રાજાએ સાંભળી, તેથી તે આપનો શત્રુ, અકસ્માત પિતાના સૈન્ય સાથે આવી