________________
વધ કરીએ.” રાજા બોલ્યા, “જેઓ જુએ છે તેઓ બોલતા. નથી અને જેઓ બેલે છે તે જોતા નથી. ભલે બોલ્યા, “અરે! અમે પૂછીએ તેને ઉત્તર આપને! ઊંધું શા માટે ભરડે છે? અમે પૂછીએ છીએ કે પેલે મુંડ કયાં ગયો?” રાજા ફરી બોલ્યું. “જે જુએ છે તે બેલતા નથી અને જે બોલે છે તે જોતા નથી. આ પ્રમાણે તે લેકે ના પૂછવાથી ત્રણચાર વાર ઉત્તર આપે તેથી તે ભલે રેષે ભરાયા. એક બોલ્યા, “અરે આ તે ગાંડે જણાય છે.” ત્યારે બીજે કે અરે મૂર્ખ ! જા જતો રહે અહીંથી? તારું મેટું બતાવતે નહીં. નકામાં હેરાન પરેશાન કર્યા. આવા ને આવા છે કેટલાક?” આમ બબડતા બન્ને રસ્તે પડ્યાં, અને રાજા આફત ટળવાથી પ્રસન્ન ચિત્ત આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં સાંજ પડી ગઈ. તેણે એક વૃક્ષ નીચે મુકામ કર્યો અને નીચે પડેલા પાંદડાં ભેગાં કરી પાથર્યા અને તેના પર બેસી પ્રતિક્રમણ કરવા લાગ્યું. એટલામાં તેને કેઈધીમે ધીમે વાત કરતું જણાયું, તેણે સાવધાન થઈ આજુબાજુ જોયું. તેને લતાઓના સમૂહમાં કઈ બોલતું જણાયું, આજથી ત્રીજા દિવસે સંઘ આવવાને છે, ઘણું ધન અને સોના સાથે સંઘને લૂંટી લાંબા કાળથી પાછળ પડેલી દરિદ્રતાને તિલાંજલી આપીશું.” ચેડા બોલ્યાઃ “આપણે વેશ બદલી સંઘમાં ભળી જવું બીજાએ કહ્યું, અમે ફલાણ જગ્યાએ સંતાઈ રહેશું.” આમ સહુએ પરસ્પર યોજના ઘડી. રાજા વિચારમાં પડી ગયો કે ચરો નકકી સંઘનું અનર્થ કરશે. સંઘમાં સાધુ-સાધ્વી પણ હશે અને તેમને પણ દુઃખ દેશે.