________________
૮૭ *
મારા ઘરમાં ધન ઘણું ઓછું છે. ધન વગર બાળકનો જન્મ મહોત્સવ કેવી રીતે ઊજવીશ! આમ ચિંતાથી આર્તધ્યાનમાં ડૂબેલે પગના અંગુષ્ઠથી ભૂમિ ખાતર બેઠે છે; એ જગ્યા પિલી હોવાથી ખેતરતાં ખેતરતાં તેનો પગ ખાડામાં પેસી ગયો અને તેની વિચારમાળા તૂટી, પગ બહાર કાઢી હાથ વડે માટીના ઢેફાં સરકાવ્યાં, ત્યાં તો તેને એક મણિકંચનથી ભરપૂર કળશ દેખાયે તે વિચારવા લાગે! આ પ્રભાવ ગર્ભને જ છે. તે દ્રવ્યમાંથી તેણે સાત માળને માટે મહેલ બનાવ્યું. તે એટલે બધે ખૂબસૂરત હતું કે તેને જોઈ ભૂપાળોને પણ ઈર્ષા આવે. તેણે ગુણવાન અને બુદ્ધિવાન દાસદાસીએ પણ રાખ્યા, તે કળશમાંથી ઘણું દ્રવ્ય વપરાયા છતાં કૃપજળની માફક જરાએ ખાલી ન થયું. વળી ધન્ય એવી ધન્યાને જે જે સુદેહદ ઉત્પન્ન થયાં તે તે સુધર્મ શ્રેષ્ઠિઓ પૂર્ણ કર્યો. પૂર્ણમાસે શુભલગ્ન અને શુભદિવસે અદ્ભુત રૂપવાળા પુત્ર રત્નને જન્મ થયે, ત્યારે સુધર્મ શ્રેષ્ઠિએ ઘણું દાન દીધું; ગીત વાજિંત્ર અને નૃત્યપૂર્વક ઠાઠમાઠથી પુત્ર જન્મને ઉત્સવ કર્યો, તે જોઈ લેકે વિસ્મય પામ્યાં. ત્રીજે દિવસે કુળપરંપરાના રિવાજ મુજબ પુત્રને સૂર્ય ચંદ્રના દર્શન કરાવ્યાં, છઠે દિવસે રાત્રી જાગરણ કર્યું. અને અગિયારમે દિવસે અશુચિ દૂર કરી, બારમે દિવસે સગા સંબંધીઓને ભેજન માટે નિમંત્રણ કરી, તેઓની સમક્ષ લક્ષ્મીના પુંજ જેવા પુત્રનું “લક્ષ્મીપુંજ” એવું નામ રાખ્યું. તે સુધર્મ અને ધન્યાનું અનેખું રમકડું હતું. તેઓ બાળકને ક્ષણવાર પણ છૂટે ન મૂક્તાં, એક તે પહેલવહેલું બાળક એમાં વળી