________________
દિવ્યવસ્ત્રાભૂષણથી વિભૂષિત કે ઈદેવતા પ્રગટ થઈ અંજલિ જોડી કહેવા લાગ્યો, “હે મહાભાગ ! મણિમાણેક અને સુવર્ણની ખાણ જેવું લક્ષ્મીપુરનામનું નગર છે, ત્યાં ગુણધર નામને એક શ્રેષ્ઠી હતું. તે ધનાઢય તેમજ સરલ પરિણામી હતે એક દિવસ તે ફરતે ફરતે એક વનમાં આવી પહોંચ્યો ત્યાં તેણે અનેક વિદ્યાધરોથી પરિવરેલા મુનિરાજને જોયા. તે ધર્મોપદેશ આપતા હતા અને વિદ્યારે શાંત ચિત્તે સાંભળતા હતા, ગુણધર શ્રેષ્ઠી પણ ત્રણ પ્રદક્ષિણપૂર્વક પ્રણામ કરીને બેઠે, મુનિ બેલ્યા, “હે ભવ્યજી! આ સંસારમાં ચોરી કરનાર પુરુષોને મરણ આદિ અનેક દુઃખે આ લેકમાં અને પરલેકમાં નરકના ઘેર દુઃખે ભેગવવા પડે છે. માટે ભવથી ભય પામતાં જીએ કદાપિ પરદ્રવ્ય હરણ ન કરવું જોઈએ. તે સાંભળી પુણ્યાત્મા ગુણધર શ્રેષ્ઠીએ ગુરુ પાસે અદત્તાદાન વિરમણ વ્રત લીધું અને નમસ્કાર કરી પિતાને ધન્ય માનતે ઘેર આવ્યો.”
એક દિવસ તે શેઠ સાર્થ તૈયાર કરી, પાંચસે ગાડાં કરિયાણાનાં ભરેલા લઈ કમાવા નીકળ્યો. ચાલતાં ચાલતાં સાથે મહાઅટીમાં આવ્યું. શ્રેષ્ઠી હમેશાં અશ્વ પર જ બેસતો, કોઈ વાર પગપાળે પણ ચાલતું. આ વખતે તે ચાલતો હતો, ત્યાં તેણે એક બહુમૂલ્યવાળી રત્નમાળા રસ્તામાં પડેલી જોઈ, પરંતુ વ્રતભંગને ભયથી માળાની મમતા મૂકી માર્ગ પકડ્યો. સાથેના મનુષ્યોને અવાજ દૂરથી આવતે સંભળાયે.” અહે! સાથે આટલે બધે આગળ નીકળી ગયે છે?” એમ બોલતો તે ઘોડા પર ચડ્યો અને તેને પૂરવેગે