________________
૯૦
ઘડે દેડાવ્યો. પૂર જોશમાં ઘોડે જતો હતો ત્યાં અચાનક ઘેડાના પગની ખરીથી ધરતીમાં ખાડે પડી ગયુંશેઠ પડતા પડતા રહી ગયા. ઘેડે ઊભે રાખી જોયું તે તે ભૂમિમાં અઢળક ધનનું નિધાન હતું પણ વત ભંગના ભયથી અડ. પણ નહિ અને ઘોડા પર બેસી વેગપૂર્વક ચાલતો થયે. ઘેડે ઝડપભેર રસ્તો કાપે છે એવામાં એકાએક ઘડે ઊથલો. ખાઈ પડે. અને મરણને શરણ થયે. તે જોઈ ભવભીરૂ શેઠ પાપથી ભય પામતે મનમાં બેલ્ય : “અરેરે! મેં આ શું કર્યું? આ નિરપરાધીને વગર કારણે દડાવી મેં તેનો. જીવ લીધે. હવે, હું કયા ભવે છૂટીશ ?” આમ અનેક પ્રકારે વિલાપ કરી તેણે વિચાર કર્યો, જે કોઈ મારા અશ્વને જીવતો. કરે છે, તેને હું મારું બધું ધન આપી દઉં. એમ વિચારી તે ઉત્તમ આત્મા પગપાળ, ભાંગેલા હૃદયે ચાલવા લાગે. ચાલતાં ચાલતાં તેને બહુ તૃષા લાગી, અટવીમાં પાણીની તપાસ કરતા તે ચાલ્યા જાય છે. કયાં પાણી દેખાતું નથી.. મુખ્ય માર્ગ મૂકી તે અટવીમાં પાણી માટે ભટકવા લાગ્યા.. તેનું ગળું સુકાવા લાગ્યું, આંખે અંધારા આવવા લાગ્યાં, તે પણ તે લથડાતા પગે ચાલ્યા જાય છે. ત્યાં તેણે વિશાળ વડ વૃક્ષની શાખા સાથે લટકતી પાણીથી ભરપૂર એક મશક દેખી,
જીવવાની આશાથી તે ત્યાં જઈ ઊંચા સાદે પોકાર કરવા લાગેઃ “હે ભાઈ! આ પાણીની મશક કોની છે? મને બહ તૃષા લાગી છે. આને માલિક કેણ છે?”
આ પ્રમાણે ગંભીર અવાજે જ્યાં તે બોલે છે ત્યાં તે વૃક્ષની શાખા પર લટકતા પાંજરામાં બેઠેલા સુંદર પિપટે માનુષી ભાષામાં કહ્યું, “હે સપુરુષ ! આ મશક એક વૈદ્યની.