________________
કર
તેને પગે ચલાવી તૃષાતુર કરવા માટે મેં જ દેખાડ્યું હતું. પિપટના કહેવાથી જોખમમાં હોવા છતાં, પણ તે મળેલું પ્રાણુ અદત્ત જાણું ન પીધું. આમ કહી તે સૂર વિદ્યારે પિતાના સેવકો કે જેઓ, તેની સાથે અદૃશ્ય થઈ રહ્યા હતા તેઓને પ્રગટ કર્યા.”
સૂરના કહેવાથી વિદ્યાધરએ રત્નમાલા, નિધાન, અશ્વ અને બીજું પણ કેટલુંક ધન તેની સામે હાજર કર્યું, પછી સૂરે તે લેવા ગુણધરને આગ્રહ કર્યો અને પછી તેના છૂટા પડેલા સાથે સાથે તત્કાળ મેળાપ કરાવ્યો.
પછી ગુણધરે, વિદ્યાધરને પૂછ્યું, “તમે આ બધું દ્રવ્ય અહીં શા માટે લાવ્યા ?” વિદ્યાધર બોલ્યો, “અહો મહાભાગ, મારા પિતાએ મને પરદ્રવ્ય ન હરવા વિષે ઘણે ઉપદેશ આપ્યો અને કહ્યું કે તું નિયમ લે કે મારે પરદ્રવ્ય ન લેવું, પણ હું વ્યસનને લીધે ચરી ન ત્યજી શક્યો અને ત્રત પણ ન લીધું, પરંતુ આજે તારું સ્વરૂપ જોઈ મેં પોતે જ પ્રતિજ્ઞા કરી છે કે આજ પછી અદત્ત વસ્તુ ગમે તેવા સંકટમાં પણ ન લેવી, તેથી આજથી તમે જ મારા ગુરુ છે અને ગુરુપૂજા માટે જ આ દ્રવ્ય અહીં લાવ્યો છું, તેને તમે ગ્રહણ કરે, તે સાંભળી ગુણધર શ્રેષ્ઠી બેલ્યો, “ હે ભદ્ર! આ દ્રવ્ય જેનું હોય તેને તમે પાછું આપી દે.”
વિદ્યાધર બલ્ય, “આ દ્રવ્ય તે મારું જ છે, બીજા કેઈનું નથી” ત્યારે સાર્થપતિએ પિતાનું સઘળું ધન વિદ્યાધરની સમક્ષ મૂકયું, અને કહ્યું કે “આપ આને ગ્રહણ કરે કારણ કે મેં પ્રતિજ્ઞા કરી છે કે જે કઈ મારા અને