________________
જીવતે કરશે તેને હું મારું સઘળું દ્રવ્ય આપીશ. તમે મારા ઘડાને જીવતે કરીને મને સેંચે છે. તેથી આ સર્વ ધન તમારું છે, તેને ગ્રહણ કરે. - વિદ્યાધર બેલ્યો; “હે સપુરુષ! તમે મારે મન પૂજ્ય છે. તમારું દ્રવ્ય હું નહિ જ લઉં, તમે મારું ધન તે લેતા નથી ને ઉપરથી તમારું ધન મને આપી દે છે, એમ તે. કોણ લે?” પહેલે કહે ધન તમારું છે માટે તમે લે, બીજે કહે તમે લે....આમ રકઝક કરતાં ઘણીવાર થઈ ગઈ પછી. વિદ્યાધર બોલ્યા “હે શ્રેષ્ઠીવર્ય, તમારું ધન હું લેવાને નથી અને મારું ધન તમે લેતા નથી માટે આ ધનનો માલિક. કેણ થશે?”
શ્રેષ્ઠી બોલ્યો, “હે વિદ્યાધર ! આ ધનનો સ્વામી ધર્મ છે, કારણ કે ધર્મ સિવાય કેઈપણ પ્રીતિકર પદાર્થો અલભ્ય છે, માટે આપણે બને આ ધનને સાતે ક્ષેત્રમાં વાપરી પોતપોતાના જન્મને સફળ કરીએ.” પછી તે બન્નેએ ઉત્તમ. ભાવનાથી સાતે ક્ષેત્રમાં બધું ધન વાપર્યું.
ત્યારબાદ પિતાનું આયુષ્ય પૂર્ણ કરી તે શ્રેષ્ઠી ધર્મ.. ધ્યાનથી મૃત્યુ પામી, તું લક્ષ્મીપુંજ તરીકે અવતર્યો, અને તે સૂર નામે વિદ્યાધર પણ ધન વગેરે દઈ શુભ ભાવથી મૃત્યુ પામી હું ત્રીજા વ્રતના પ્રભાવથી વ્યંતર દેવનો અધિપતિ થયો છું. હે લક્ષ્મીપુંજ ! તારા પુણ્યના પ્રભાવે, પૂર્વ ભવના સ્નેહને લીધે તે ગર્ભમાં હતા ત્યારથી અવસર ઉચિત સર્વ પ્રકારની સામગ્રી પૂરી પાડી તને અને તારાં કુટુંબને હર્ષિત રાખનાર હું પોતે જ છું.” આ પ્રમાણે વ્યંતરાધિપતિએ.