________________
છે. તે ઔષધિ લેવા માટે દૂરના ઘનઘોર વનમાં ગયેલ છે. કોણ જાણે તે કયારે આવશે? હે ભદ્ર! તું બહુ તૃષાતુર જણાય છે માટે આ પાણી સુખપૂર્વક પી. હું આ વાત કોઈને નહીં કહું, ” પિપટના આવાં વચને સાંભળતા જ તેણે પોતાના બન્ને કાનમાં આંગળી દાબી દીધી, એને આ વચને કઈ મર્મવચનો કરતાં પણ વધુ પીડા ઊપજાવનારાં લાગ્યાં. તે બોલ્યોઃ હે શુકરાજ ! વ્રત કરતાં પ્રાણ કેઈ મોટી વસ્તુ નથી મને પ્રાણની પરવા બિલકૂલ નથી, પરંતુ કોઈના દીધા વગર વસ્તુ લેવાય કેમ ? દીધા વગર કોઈની વસ્તુ લેવાથી મહાકર્મ બંધાય છે. અને તે અનેક ભવે પણ ભગવાતાં નથી. આમ કહી જ્યાં નજર ફેરવી જુએ છે ત્યાં તે નથી પીંજરૂ, નથી પોપટ, નથી પાણી અરે ! એકાએક આ શું થયું? એટલામાં એક પુરુષ પ્રગટ થઈ કહેવા લાગ્યું; “હે પુરુષોત્તમ ! હું સુર નામનો વિદ્યાધર છું, વૈતાઢય પર વિપુલ નામની નગરીમાં વસું છું મારા પિતાશ્રીએ દીક્ષા લીધી છે, જે હાલમાં તારા નગરમાં સમવસર્યા છે, તેમને વંદન કરવા હું ત્યાં આવ્યો હતો. ત્યારે હે સપુરુષ ! તે ત્યાં આવી દેશના બાદ અદત્તાદાન વિરમણ વ્રત ધારણ કર્યું. ત્યારે મેં વિચાર્યું આવું વિષમ વ્રત આ શી રીતે પાળશે? આ હમેશ દેશ વિદેશ ફરે છે, માલ વેચવો -ખરીદવે એજ તેનો ધધે છે, તે શું આ પરદ્રવ્ય ગ્રહણનું નિયમ પાળી શકશે? વેપારીને વળી ઘરનું કેવું અને પરનું કેવું, એટલા માટે મેં વિચાર્યું કે ચાલ આની પરીક્ષા તે કરું. એમ વિચારી મેં આ બધી ઈન્દ્રજાળ રચેલી હતી. મેં તને રત્નમાલા, ધનનિધાન, આદિ દેખાડેલા, પણ તારું મન મક્કમતા મૂકી જરાએ ડગમગ્યું નહિ, અશ્વનું મૃત્યુ પણ,