________________
દુર્ભાગ્યને દુશ્મન અને લક્ષ્મીના ઢગલા જે, પછી પૂછવું જ શું ? માતપિતાની કેમળ હથેળીમાં ઉછરતે એ શુકલપક્ષના ચંદ્રની પેઠે વધવા લાગ્યું, અનેક પ્રકારના અભ્યાસ અને કળામાં નિપુણ થઈ કામદેવની માફક વધતે, તે ઉત્તમ એવી યુવાવસ્થાને પામ્યા. ચારે તરફથી તેનાં માગા આવવા લાગ્યાં, કારણ કે તે જેનારના નેત્રને પ્રિય થઈ પડતે. પછી તેના પિતાએ ખાનદાન કુંટુંબની આઠ કન્યાઓ સાથે તેને વિવાહ કર્યો. કામદેવ જે લક્ષ્મીપુંજ, દેવાંગના જેવી પિતાની પત્નીઓ સાથે સુખપૂર્વક દિવસ પસાર કરે છે. તેને ખબર ન હતી કે ટાઢ-તડકે, પ્રકાશ કે અધિકાર નામની કંઈ વસ્તુ દુનિયામાં છે. દુનિયામાં જે જે વસ્તુ પ્રીતિકર હતી તે સર્વે લક્ષ્મીપુજે જોગવી હતી, દુઃખ એવું નામ પણ તેણે સાંભળ્યું નહોતું. તે આ દિવસ પિતાની હવેલીના સાતમા માળે આઠે સ્ત્રીઓ સાથે વાર્તાવિનેદ કરતે. વળી, તેને પોતાની સ્ત્રીઓના બનાવેલ ગાયને બહુ ગમતાં, જ્યારે તેની પત્નીઓ વાજિંત્ર સાથે ગાતી ત્યારે તેને અને આનંદ આવતો. આમ અનેક પ્રકારે અનુત્તરવાસી દેવાની માફક ઘણો કાળ લીલા માત્રમાં ભેગ ભેગવતાં વ્યતીત થઈ ગયો.
એક રાતે લક્ષ્મીપુંજની બધી પત્નીઓ સૂઈ ગઈ છે, પણ લક્ષ્મીપુંજને ઊંઘ આવતી નથી. તે શય્યામાં કરવટ બદલ્યા કરે છે. એવામાં પોતાની પત્ની અને દીવાનખાનામાં બીજી પણ કિંમતી વસ્તુઓ અને ગોપભેગેની સામગ્રી પડેલી જોઈ વિચારવા લાગે. આ બધી સામગ્રી મને ક્યાંથી અને શાથી મળી. એટલામાં એક દિવ્યરૂપધારી