________________
66
"
લક્ષ્મીપુંજની કથા ”
આ ભરતક્ષેત્રમાં સર્વ નગરોમાં શ્રેષ્ઠ એવું હસ્તિનાપુર નામનું નગર છે. ત્યાં સુધર્મા નામના વિણક વસતા હતા. તે જીવાદિ નવેતત્ત્વાના જાણકાર હતા. તેને ધન્યા નામની ગુણવંત ભાર્યા હતી. તેઓ મહુ ગરીબ હાવાને લીધે દુઃખથી આજીવિકા ચલાવતાં હતાં.
એક રાતે ધન્યાએ સ્વપ્નમાં જળથી ભરપૂર અને કમળથી સુશેાભિત પદ્મદ્રહની વચમાં સુવર્ણ મણિમય કમળ પર હાર કુંડલાદિ આભૂષણોથી દેદીપ્યમાન લક્ષ્મીદેવીને જોયા. સ્વપ્ન જોઈ જાગ્યા પછી તે પેાતાના પતિ પાસે આવી અને સ્વપ્ન સંબંધી સઘળી વાત નિવેદન કરી. તે સાંભળી સુધર્મા શ્રેષ્ઠી ખેલ્યા, “હું પ્રિયે ! તમને શ્રીમાન, ગુણવાન, કલ્યાણકારી, દુઃખના હર્તા, કીર્તિવાન અને જિનેશ્વરના પરમભક્ત એવા પુત્રનો જન્મ થશે.” તે સાંભળી ધન્યા ઘણી ખુશી થઈ અને જિનગુણ ગાનમાં રાત્રિ પસાર કરી તેને વ્યાપાર સારી રીતે ચાલવાથી કમાણી થવા લાગી અને ગર્ભની સાથે સાથે લક્ષ્મીની પણ વૃદ્ધિ થવા લાગી, તેણે જીવનમાં પહેલવહેલું કાંઇક સુખ જોયુ, અનુક્રમે ગર્ભને વધતા જોઇ તે વિચારવા લાગ્યા કે