________________
વળી આ ચેરે પણ ઘણું છે. હું એકલે છું. શી રીતે હું સંઘની રક્ષા કરૂં? આમ અનેક પ્રકારના વિચાર કરતે ચિંતાતુર ભૂપ બેઠે છે, તેવામાં કેટલાક શસ્ત્રથી સજ્જ થયેલા સુભટ હાથમાં દીપક લઈ આવી પહોંચ્યા અને રાજાને જોઈ પરસ્પર બોલવા લાગ્યા, “આ પણ ચાર દેખાય છે.” કેટલાક બુદ્ધિમાન તેનું શરીર અને લક્ષણ જોઈ બોલ્યા, “આ કેઈ મહાપુરુષ લાગે છે. પણ ચાર જણાતું નથી.” પછી સુભટેએ રાજાને પૂછ્યું. “હે સપુરુષ! તમે કઈ ચેરેને જોયા કે સાંભળ્યાં છે? સાંભળવામાં આવ્યું છે કે તેઓ સંઘ લૂંટવાના છે. જો તમે આ બાબતમાં કાંઈ જાણતા હો તો કહો. અહીંથી દશ જન ઉપર એક શ્રીપુર નામનું નગર છે. ત્યાં રિપુમર્દન નામનો રાજા રાજ્ય કરે છે. અવારનવાર અહીં લૂંટ થાય છે. આ વખતે પણ એ લોકે અહીં જંગલમાં આવ્યા છે, એમ જાણવાથી રિપુમર્દન રાજાએ અમને સંઘની રક્ષા માટે તે ચેરેને વધ કરવા આજ્ઞા આપી મેકલ્યા છે. જો તમે જાણતા હોય તે બતાવે કે જેથી તેઓને મારીને સંઘરક્ષણનું પુણ્ય પામી પ્રજાપતિની કૃપા સંપાદન કરીએ. તે સાંભળી હંસરાજા વિચારે છે. સાચું કહું તો ચાર વધનું પાપ મને લાગશે – જે હું ખોટું બોલું તે વ્રત ભંગ થશે અને સંઘ લૂંટાશે. પછી બુદ્ધિથી વિચારી બોલ્યા: “હે સુભટો ! ચેરને જે ન જે એમ પૂછવામાં અહીં ઊભા વિલંબ કરવાથી તમને તમારી કાર્ય સિદ્ધિ પ્રાપ્ત નહિ થાય. માટે તમે ઉતાવળા સંઘમાં જ જાવ અને તેની રક્ષા કરે. કારણ કે એ પણ ત્યાં જ આવવાના છે. તે સાંભળી રાજાને ધન્યવાદ આપતા સુભટો પાછા ફરી સંઘ સમીપ આવ્યાં.