________________
૮૩
આ પ્રસન્ન રહેવા લાગ્યો, એટલામાં
વૃષ્ટિ કરી, અને ગંભીર નાદે આકાશવાણી થઈ કે, “હે સત્યવાદી હંસરાજ ! તું જય પામ! જય પામ!!” એટલામાં એક સમ્યગદષ્ટિ યક્ષ પ્રગટ થયે અને કહેવા લાગ્યું, હે રાજન તારી સત્યતા પર હું પ્રસન્ન છું તેથી તારા શત્રુઓને મેં બરાબર ચમત્કાર બતાવ્યો છે. “હે રાજન! જે યાત્રા કરવા તું નીકળ્યો છે તેને દિવસ આજેજ (ચિત્રી પૂનમ) છે અને શંગશલ છેટે છે, માટે તું મારા વિમાન પર આરૂઢ થા. જેથી આદિનાથ દાદાના દર્શનની યાત્રાનો લાભ આપણે બંનેને મળે.” તે સાંભળી દિવ્યાલંકારથી વિભૂષિત મનોહર વિમાનમાં રાજ બેઠે અને ક્ષણ માત્રમાં શૃંગ પર્વત પર પહોંચે. સ્નાનઆદિ કર્યા બાદ સુગંધી પુષ્પ લઈ ચૈત્યમાં આવ્યો અને સુરભિ જળ વડે પ્રભુનું પ્રક્ષાલન કર્યું કેશર, ચંદન અને કસ્તુરી આદિ ઉત્તમ દ્રવ્યોથી રાજાએ યક્ષ સહિત જિન પૂજા ત્રણે પ્રકારે કરી, ત્યારબાદ ગીત, નૃત્ય, વાજિંત્રોથી દિવ્ય નાટક કરી યાત્રા મહોત્સવ કર્યો. પછી યક્ષે હંસરાજાને તેની રાજધાનીમાં લાવી મુકુટ મંડિત મસ્તકે સિંહાસન પર બેસા
ડ્યો અને શત્રુ રાજાને બાંધી હાજર કર્યો, પણ હંસરાજાના કહેવાથી તેણે દુશ્મનને મુક્ત કર્યા. પછી પોતાના ચાર દેવસેવકોને આજ્ઞા કરી કે તમારે નિરંતર હંસરાજાની સેવા કરવી, દેવ સંબંધી ભેગ ભેગવવા આપવા, અને તેમનું હંમેશ યત્નવડે વિદાથી રક્ષણ કરવું. દેવોને આજ્ઞા કર્યા બાદ રાજાની અનુમતિ લઈ પોતે સ્વર્ગમાં સ્વસ્થાને ગયે. તે હંસરાજ સત્યના પ્રતાપે મનુષ્ય લેકમાં દેવ સંબંધી ભેગો ભોગવી પરકમાં દેવગતિ પામે.
| ઈતિ હંસરાજા કથા સમાપ્ત છે