________________
૭૫
તેના પાંચ અતિચાર જાણવા પણ આદરવા નહીં. તે નીચે. પ્રમાણે છે – ૧. ત્રસ જીવને ચાબુક વગેરેથી પ્રહાર કરે. ૨. દેરડા વગેરેથી દૃઢ બંધને બાંધવાં. ૩. શસ્ત્ર વગેરેથી નાક, કાન, વૃષણ વગેરે કાપવાં. ૪. પશુઓ પ્રમુખની પીઠ પર તેનાથી ન ઊપડે તેટલે
ભાર ભરો. ૫. સમય થયા છતાં પણ તેને બરાક તેને ન આપ.
આ અતિચાર લગાડનાર શ્રાવક વ્રતને વિરાધી જાણ હવે, બીજા વ્રતમાં જે જી હંસરાજાની જેમ સત્ય બોલે છે, તેની પ્રશંસા ત્રણે લેકમાં થાય છે. જેમાં પ્રાણને પણ સત્ય છેડતા નથી, તેમની સ્તુતિ દેવે પણ કરે છે. તે સાંભળી આણંદ શ્રાવકે પૂછ્યું, “હે ભગવન્! કેણ હતા તે હંસરાજા ? તે વ્રત પાળી શી રીતે સુખી થયે? તે કૃપા કરી કહે.