________________
ન હોય તે સમ્યક્ત્વ મૂળ બાર વ્રત અંગીકાર કરી ઉત્તમ રીતે પાળે. તેમાં પણ જીવદયા એજ એનું મૂળ છે.
ગુરુ મહારાજને ઉપદેશ સાંભળી હરિબલ રાજા બોલ્યો, હે પ્રભો! હું પાંચ મહાવ્રતના ભારને વહવામાં અસમર્થ છું માટે મને ગૃહસ્થ ધર્મ ઉશ્ચરાવે. તે સાંભળી ગુરુ મહારાજે તેને બાર વ્રતરૂપી ગૃહસ્થ ધર્મ ઉચ્ચરાવ્યું. ત્યારબાદ હર્ષિત હૈયે ગુરુને નમસ્કાર કરી પિતાના મંદિરે આવી, હરિબલ રાજા ઉત્તમ પ્રકારે ધર્મારાધન કરવા લાગ્યો તેણે પિતાના દેશમાં અમારી પડહ વગડાવ્યો. તેના દેશમાં “માર”
એ શબ્દ પણ કેઈ નહતું બોલતું, વળી તેણે પોતાના દેશમાંથી દુર્ગતિના દ્વાર જેવા સાતે વ્યસનને દેશવટો આપે હતો. મેઘનું પાણી, ચંદ્રની ચાંદની, વૃક્ષના ફળોને પુરુષની સેવા એ સર્વે જગતના જીવને સામાન્ય રીતે ઉપકારી છે. વળી તેણે પોતાના ગ્રામનગરોમાં જિનચ તેમજ પવિત્ર પૌષધશાળાઓ બંધાવી, અને પિતાની પાસે રહેલી અમૃત રસની તુંબડીથી ગાદિ ઉપદ્રવને નાશ કર્યો હતો. તેના પુણ્ય અને ચાતુર્યથી ચારે દિશાઓના રાજાએ તેની આણું, માનતા. કેટલેક કાળ એણે ચકવર્તીની જેમ વ્યતિત કર્યો. એક દિવસ ગુરુ મહારાજ ઉદ્યાનમાં પધાર્યા છે. એમ સાંભળી હર્ષઘેલે રાજવી કુટુંબ સાથે ત્યાં આવ્યા. પ્રદક્ષિણ પૂર્વક વંદન કરી દેશના સાંભળવા બેઠે. ગુરુ મુખથી દેશના સાંભળી વિરાગ્ય પામ્યું ને ત્રણે સ્ત્રીઓ સહિત દીક્ષા લીધી, અને ઉત્તમ પ્રકારે નિરતિચાર સંયમ પાળી. કેવળ પામી મક્ષપદ પામ્યાં.
પ્રથમ વ્રત ઉપર છે ઈતિ હરિબલ કથા સમાપ્ત છે