________________
પર
સમુદ્ર કિનારે આવી પહોંચે. “ ઉદ્યમવંત પુરુષોને કાંઈ દૂર ન હોય.” પર્વત સમાન પડછંદ કાયાવાળા મેજાએથી ભરપૂર અને ભયંકર ઘૂઘવાટા કરતાં સમુદ્રને જોઈ તે વિચાર કરવા લાગ્ય-પ્રિયાના નિષેધ છતાં પણ હું ભવિતવ્યતાના યોગે અહીં આવ્યો છું. પણ હું શી રીતે સમુદ્ર તરું ? અને શી રીતે લંકા જાઉં? ફરી તેણે વિચાર્યું કે કાંતે પ્રતિજ્ઞા પાર પડશે નહીં તે મરણનું શરણ ચોક્કસ છે જ. માટે સમુદ્રમાં પ્રવેશ કરૂં પછી જે થવાનું હશે તે થશે, એમ વિચારી તે સમુદ્રમાં ઝંપાપાત કરવા તૈયાર થયે ત્યાં પૂર્વે વરદાન આપનાર જળના અધિષ્ઠાયક દેવે પ્રગટ થઈ કહ્યું,
હે હરિબલ! હું તારું શું પ્રિય કરું? તે સાંભળી હરિબલ વિચારવા લાગ્યો, અહા ! પુણ્યનું ફળ આશ્ચર્યકારી છે. હું આ દેવતાને વિસરી ગયે હતો. પણ તે મારા સંકટેમાં પિતાની મેળેજ પ્રગટ થયે. આમ વિચારી તેણે કહ્યું, હે પ્રભે! મારે લંકામાં કાર્ય નિમિત્તે જવાનું છે માટે તમે મને ત્યાં લઈ જાવ, આ સાંભળી દેવ મેટા મચ્છનું સ્વરૂપ કરી હરિબલને પીઠ પર સવાર કરી નદીની માફક સમુદ્રને તરતો ક્ષણવારમાં લંકાસમીપે આવી પહોંચે. અને બોલ્યા, “હે હરિબલ ! સર્વ ઋતુના ફળફૂલથી શોભતા આ ઉદ્યાનમાં સ્વેચ્છાએ કીડા કર.” તેથી હરિબલ નંદનવન જેવા ઉદ્યાનમાં ફરવા લાગ્યું. ત્યાં તેણે વિમાન જે કનકપ્રાસાદ જોઈ શીવ્રતાથી પ્રવેશ કર્યો. મનુષ્ય વગરના સૂમસામ મહેલમાં સુવર્ણ અને મેતી આદિ જોઈ વિસ્મય પામતો મહેલના સાતમા મજલા પર ગયો ત્યાં તે રૂ૫ લાવણ્યોપેત એક ઉત્તમ કન્યાને નિચેષ્ટ જોઈ તે વિચારવા લાગ્યું, “આ