________________
લઈ ભાર્યા સાથે સમુદ્રકિનારે આવ્યો. અને મત્સ્યરૂપવાળા દેવની પીઠ પર બેસી. પત્નિ સાથે વિશાલા નગરી બહારના ઉદ્યાનમાં આવી પહોંચ્યું. તે દિવસે હરિબલપત્નિ સાથે ઉદ્યાનમાં રહ્યો.
કુસુમશ્રીને પુછી પિતાને ઘેર શું થાય છે તે જોવા તે પિતાના ઘેર આવ્યું. અને ગુપ્તપણે સંતાઈ રહ્યો. હવે અહિ કામાગ્નિથી વિહ્વળ થયેલે મદનવેગ રાજા દાસીઓને વસંતશ્રીના આવાસમાં મોકલતો અને ક્ષેમ કુશળ પૂછાવતે. એમ કરતાં તે દાસીઓ સાથે વસ્ત્રાભૂષણે પણ મોકલવા લાગે. તેથી વસંતશ્રીએ દાસીઓને પૂછયું. હે ભદ્રે ! રાજાએ આ બધું શા માટે કહ્યું છે? દાસીઓ બેલી, “હે દેવી! શું તમને ખબર નથી? તમારા પતિ રાજાનું મહાન કાર્ય કરવા ગયેલ છે પછી તમારી ચિંતા રાજા ન કરે તે કેણ કરે ? ભેળી વસંતશ્રીએ પણ વિચાર્યું કે મારા પતિની ચિંતા રાજાને પણ છે. પછી એણે બધી વસ્તુ લઈ લીધી. આમ, આશામાં રાજાએ કેટલાં દિવસો દુઃખમાં પસાર કર્યા.
એક દિવસ રાજા ઉપર કામદેવ સવાર થઈ જવાથી ભાન ભૂલ્યા અને વિવેકરહિત એક જ વસંતશ્રી પાસે આવ્યું. વસંતશ્રીએ તેની દુષ્ટ અભિલાષા જાણ મનમાં ખેદ છતાં ઉપરથી પ્રસન્ન ચિત્તે આસનાદિ આપી સન્માન કર્યું.
તેની ભક્તિથી પ્રસન્ન થયેલે રાજા બે, “હે શશિવદને! સાંભળ. તું રૂપે રતિતુલ્ય છે અને હું પણ કામદેવ સમાન સુંદર છું. માટે આપણું બનેને સંગ થાય તે વિધાતાની મહેનત સફળ થાય.”