________________
પર દયા આવવાથી એકદમ તેને હાથ પકડી પાછો ખેંચી લીધો. “રાજા બોલ્ય મને જલદી જવા દે નહીંતર સાર સાર વસ્તુ પ્રધાન પામશે. અને હું રહીશ મેં જેતે હરિબલ બલ્ય, હે રાજન ! આ રાજ્યને વૃથા ન ગુમાવે, અગ્નિમાં પડેલો જીવ જીવતે રહે ખરે? અને યમરાજ પાસેથી પાછા આવે ખરો ? આ સર્વ જે તમને દેખાય છે તે ધતિંગ છે. હે નરેશ ! તમને દરેક પ્રકારની વિડંબના થઈ માર ખાધે, દાંત તુટયા તે બધી મહેરબાની મહામંત્રીની જ છે. અને અનેક પ્રકારની આફતના આંગણામાં ફેકનાર પણ તેજ કુમંત્રીની દુષ્ટબુદ્ધિ હતી. વળી કહ્યું છે કે જે પિતાપર વિશ્વાસ રાખનારને દુષ્ટ બુદ્ધિ આપે, બીજાને પીડા પમાડવાની ઈચ્છા કરે અને પરસ્ત્રીને ચાહનાર હોય તે જીવનું જગતમાં કાંઈ કલ્યાણ થતું નથી. ( તે, ન જીવો)
માટે જ કુમંત્રીને ઉપાય કરી અગ્નિમાં નાખ્યો છે. કારણકે વ્યાધિ, વિષવૃક્ષ અને દુશ્મન આ ત્રણને માણસે શીધ્ર છેદવા જોઈએ. તમે તે મારા રાજા છે તે તમને કેમ અગ્નિમાં પડવા દઉં? અગર અગ્નિમાં પડતા ન નિવારું તે મેં સ્વામિદ્રોહ કર્યો કહેવાયને ? સ્વામિદ્રોહ તે મહાભયંકર પાપ છે.
તે સાંભળી રાજા ખેદ પામે છે, હાય ! હાય! મેં બહુ અધમતા કરી છે. આ મારું સઘળું દુષ્યરિત્ર જાણે છે. શરઅમથી તેનું મુખ નીચું નમી ગયું –ભૂતકાળની તસ્વીરો તેની સામે તરવરવા લાગી. નિષ્ઠાન્ય જેવો થઈ ગયેલો તે ઊભે છે. ત્યારે હરિબલે મીઠા શબ્દથી કહ્યું, “હે સ્વામિન ! આપ ચિંતા શા માટે કરે છે? હું તે આપને સેવક છું. તમે મારા નાથ છે. ઈત્યાદિ વચને વડે રાજાને ખુશ કર્યો.