________________
- ચાર
આપ આપની અભિલાષાને પૂર્ણ કરવા ઈચ્છતા હો તે હું કહે તેમ કરે. મહારાજે જતાં પહેલાં વધામણું આપવા માટે વિશ્વાસુ મંત્રીને મોકલવા જોઈએ. આપણા વિશ્વાસુ મંત્રીને મોકલીએ અને પછી અનુક્રમે આપણે જઈએ. કારણ કે તે યમરાજ પાસે જઈ નિવેદન કરશે કે અમે અને અમારા મહારાજ આવી પહોંચ્યા છીએ. તે સાંભળી મંત્રી હર્ષના આવેશમાં નાચી ઊઠ્યો અને તેણે વિચાર્યું કે હું પહેલે જઈશ તે ખરેખર મને માટે લાભ થશે. કહ્યું છે કે – - दाने पाने शयने, व्याख्याने भोजने सभास्थाने ।
क्रयविक्रयेऽतिथित्वे, राजकुले पूर्णफलमाद्यः ॥१॥
અર્થ –દાનમાં, પાનમાં, શયનમાં, વ્યાખ્યાનમાં, ભેજનમાં સભાસ્થાનમાં, ખરીદવામાં, વેચવામાં, અતિથિમાં અને રાજસ્થાનમાં જે પહેલે પહોંચે તેને પૂર્ણ લાભ મળે છે. વળી –
शून्येऽरण्ये भवने ग्रामे तोये च संग्रामे ! . आरोहेप्यवरोहे, पाश्चात्यस्य भवेल्लाभः ॥
અર્થ –શૂન્ય અરણ્યમાં, સૂના ઘરમાં, સૂના ગામમાં, પાણુમાં, સંગ્રામમાં, ઊંચે ચડવામાં નીચે ઉતરવામાં અને રાત્રે આગળ ચાલવામાં નુકસાન છે. આમ વિચારી પ્રધાન બે, “હે પ્રભુ ! આપની આજ્ઞા હોય તે આ પ્રતિહારીની સાથે આગળ જાઉં?” રાજા બે સુખેથી જાવ. તમારી પાછળ હું પણ આવું છું. પછી પ્રધાને ઉલ્લાસ સહિત પ્રતિહારી સાથે ઝળહળતી ચિતામાં હર્ષથી પ્રવેશ કર્યો. માટીની કાયા માટીમાં મળી ગઈ. રાજા પણ ખુશ થતો પતંગીયાની પેઠે પડવા ધસ્ય પણ એવામાં હરિબલને તેના
!