________________
જોયું? બરાબર ન જોયું તે બતાવું?” રાજાએ અપરાધીની માફક માથું ધુણાવ્યું, ત્યારે વસંતશ્રી બેલી, “કાં ધરાઈ ગયે ? લે, લે, ખા એમ કહી બીજી બે ચાર ઠબકારી.” પછી રાજાની હાલતપર દયા આવવાથી, “હવે આવું કર્મ કરીશ નહીં” એમ કહી તેને બંધન મુક્ત કર્યો.
પછી શોકથી અને લજજાથી અધે મુખ કરી રાજા સ્વસ્થાને આવ્યો, અને આખી રાત્રિ નિદ્રા ન આવવાથી અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પમાં ડુબકી ખાતા દુઃખથી પસાર કરી. સવારે મુખ પર પાટે બાંધે. કોઈ પૂછતું કે આપને આ શું થયું છે? ત્યારે કેઈ બહાનું બતાવતો.
હવે અહીં હરિબલ પિતાની પત્નીઓનું કૌશલ્ય જોઈ સ્મિત કરતે બહાર આવ્યો અને કહેવા લાગ્યું, “હે પ્રિયે! તમે જે કર્યું તે બરાબર જ છે, મૂર્ખ માણસ મુખ ભંગાવ્યા વગર સ્વસ્થાને જતાં નથી. વળી રાજાને કુમાર્ગ પ્રેરણા આપનાર દુષ્ટ મંત્રી જ છે, માટે હવે તે દુર્જનને જ જડમૂળમાંથી ઉખેડી નાખ ઘટે છે. જેમ બે બાહના મધ્યમાં વક્ષસ્થળ શેભે છે તેમ દેવાંગના જેવી ભાર્યાની વચમાં બેઠેલા હરિબલે વાટાઘાટ કરી દેવનું સ્મરણ કર્યું, હરિબલના કહેવાથી દેવે તેનું દિવ્ય સ્વરૂપ બનાવી પોતાની વિકરાળ આકૃતિ કરી, અને હરિબલને છડીદાર થઈ તેની આગળ આગળ ચાલવા લાગે અનુક્રમે રાજસભામાં આવી પહોંચ્યા. સભાસદો આવી વિકરાળ આકૃતિ અને કાળી પડછંડ કાયા જોઈ ગભરાઈ ગયા. અને કેટલાક તે બેભાન થઈ ગયાં. કેટલાક ભાગવા માટે આમતેમ રસ્તે જેવા લાગ્યા. આ જોઈ હરિબલે તેમને