________________
૧૭
નૃપતિના આવા વચનો સાંભળી વસ’તશ્રી અત્યંત દુઃખી
થઈ વિચારવા લાગી; “ અરે દેવ ! આ રાજા છે અને હું એકાકી અમલા અશરણુ છું. હું શું કરૂ? કચાં જાઉં ?કાને કહું ? અને મારા શીયળને કેવી રીતે સાચવું ? ? ? ”
“ શીયળ વિના સ્ત્રી જન્મ વૃથા કહેવાય ” આથી વસતશ્રીએ મનમાં વિચાર કર્યો, “ જો રાજા તુષ્ટ થઈ સંપત્તિ આપે અથવા રૂષ્ટ થઈ મારા પ્રાણ હરે તે પણ નિશ્ચય હું શીયળ ખંડન નહીં કરૂ એમ વિચારી તે કપટથી હસતી કહેવા લાગી, હે સ્વામિન! મહારાજની મહા મેહરબાની કે મારા મુકામને પાવન કર્યું. પરંતુ આપની ઈચ્છા ચેાગ્ય નથી કારણ કે ઉત્તમ કુળમાં જન્મેલી સ્ત્રી, પરપુરુષ સાથે વાત પણ કરતી નથી. ત્યારે પતિ છતાં શીયળ શી રીતે ખડાય ?
રાજાએ હસીને કહ્યું. શું તને ખખર નથી ? તારા પતિને મારવા માટેજ મેાતનો પૈગામ લઈ મે મેકલ્યા છે. અને કદાચ એ જીવતા આવશે તેા તેને હું કાઈપણ ઉપાયથી યમદ્વારે પહોંચાડીશ. એથી હું ગભરુ ? બધા વિચાર છેડી દઈ મને ભોગવ. તે સાંભળી વસ'તશ્રી વિચારવા લાગી, “ કામાંધ પુરુષને ધિક્કાર હો! ધિક્કાર હો કે તેઓ અર્થાન પણ વિચારતા નથી અશુભ કાર્યમાં વિલંબ કરવાથી તે શુભ થાય છે. એમ વિચારી તે ખેલી. ” હું સ્વામિન્! આપ આટલી અધી ઉતાવળ શા માટે કરા છે ? કાર્ય તે આપના હાથમાં જ છે. જ્યાં સુધી મારા પતિની ખખર ન મળે ત્યાંસુધી ઉત્સુક્તા નિવારા. ત્યારે રાજાને લાગ્યું કે આ મારા વશમાં જ છે–મારા પર પ્રસન્ન છે એટલે કે તે મને ચાહે છે, તેને