________________
પષ
પિતાની વિદ્યા વડે પ્રાસાદ બનાવી તે અહીં રહે છે. જ્યારે તેને અહીંથી બહાર જવું હોય ત્યારે તે મને વિદ્યાના બળથી મૃતક જેવી બનાવી દે છે, અને પાછો આવી તુંબડીના રસથી સજીવન કરે છે.” ' હે સહુરુષ ! હું મરવાની તમન્નાથી જીવતી દુઃખના દેરિયામાં ડૂબેલી અહિં નિવાસ કરું છું. માટે હે સજજન પુરુષ! તમે મારા ઉપર કૃપા કરી મને દુઃખના દરિયામાંથી ઉગારે-એટલે કે મારું પાણિગ્રહણ કરી મને કૃતાર્થ કરે.
આ સાંભળી હરિબલ ચીતવવા લાગે અહો? જીવ દયારૂપ કલ્પવલીનું કેવું ફળ છે કે હીન કુળમાં ઉત્પન્ન થયેલા મને વિદ્યાધર પુત્રી પરણવા ઈચ્છે છે. પછી હરિબલે કન્યાની ઇચ્છાને ન ઠુકરાવતા તેની સાથે લગ્ન કર્યું. કદી ન અનુભવેલાં હર્ષને ચિત્તમાં ધારણ કરતી તે વિદ્યાધરીએ હરિબલને કહ્યું, “હે સ્વામિના મારે પિતા અહીં આવી કાંઈને કાંઈ અનર્થ કરશે માટે આપણે અહીંથી ચાલ્યા જઈએ, તે સાંભળી હરિબલ બો. હે પ્રિયે ! મહાકણ વેઠી હું જે કામ માટે અહીં આવેલ છું તે કામ કર્યા પછી જઈએ તે સારું.” તે બોલી, “હે સ્વામિન્ ! વિભીષણને આમંત્રણે આપવાનું કાંઈ પ્રજન નથી કારણકે તેઓ વિદ્યા ધની પેઠે જ્યાં ત્યાં જતાં નથી. હા, તમારા રાજાને વિશ્વાસ માટે વિભીષણની કઈ નિશાની લાવી આપું. હરિબલની અનુજ્ઞાથી તે વિભીષણના આવાસમાં જઈ તેનું ચંદ્રહાસ નામનું ખગ લઈ આવી અને હરિબલને આપ્યું
પછી હરિબલ સારભૂત વસ્તુ તથા અમૃતરસનું તુંબડું