________________
૫૩
સૂના મહેલમાં અદ્ભુત લાવણ્યવાળી કન્યા મરેલા જેવી કેમ દેખાય છે? ” આ પ્રમાણે તે વિસ્મયથી આમતેમ જોતો હતો ત્યાં તેણે એક અમૃતરસથી ભરેલું તુંબડુ જોયુ, તે તેણે શીઘ્ર ગ્રહણ કરી તે કન્યા ઉપર છાંટયું તેજ ક્ષણે મનેાહર લાવણ્યના મદથી મસ્ત થયેલી તે કન્યા બેઠી થઈ અને રૂપાની ઘંટડી જેવા કણૢપ્રિય મધુર વચનથી પૂછવા લાગી, “ હે સત્પુરુષ ! પરાપકાર કરવાથી તમે ઉત્તમ પુરુષ છે એ મેં જાણ્યું, તમે અહીં શા માટે આવ્યા છે ? તમે કાણુ છે ? કયાંથી આગમન થયુ છે? એ તમે મને હરકત ન હોય તેા કહો.
,,
હરિબલે કહ્યું હું વિશાલપુર નગરના મહારાજા મર્દન વેગના સેવક છું. લંકાના રાજા વિભીષણને નિમંત્રણ કરવા દેવની કૃપાથી મચ્છ પર બેસી વેગપૂર્વક અહીં આવનાર રિખલ નામે પુરુષ છું. હે ભદ્રે ! હવે તું મને તારી હકીકતથી વાકેફ કર.
ત્યારે તે રામાંચિત થયેલી ખાળા બોલી, “ લંકાપતિના સુરગૃહ નામના ઉદ્યાનનું રક્ષણ કરનાર પુષ્પ બટુક નામના માળી છે. તે પ્રકૃતિથી ઘણા કટુ છે. તે કૂરકમી મારા પિતા થાય છે ભયંકર વિષધરને જેમ મણિ તેમ હું તેની કુસુમશ્રી નામની પુત્રી છું. એક દિવસ મારા પિતા પાસે કેાઈ સામુદ્રિક શાસ્ત્રના જાણકાર બ્રાહ્મણ આવ્યે ત્યારે મારા પિતાએ તેને પૂછ્યું, “ હે વિપ્ર ! તું મારી પુત્રીની હસ્તરેખા જો, બ્રાહ્મણ મારી હસ્તરેખા જોઈ બોલ્યા, હે માળી, આ ઉત્તમ રેખા અને શુભ લક્ષણવાળી તારી પુત્રીને જે પરણશે તે જરૂર રાજા થશે. ” કહ્યું છે કેઃ—