________________
તેના પતિનો ભય છે, પણ એ બિચારે કયારનો મરણને શરણ થયે હશે. આજ નહીં તે કાલે એમ ચિતવતે રાજા સ્વસ્થાનકે આવ્યા. આફતની આંધીમાં અટવાયેલી વસંતશ્રી વિચારવા લાગી જે પ્રિયતમ આવે તે સારું થાય. - હવે ઉદ્યાનમાં કુસુમશ્રીને મૂકીને આવેલે હરિબલ પિનાના ઘરનું ચરિત્ર જેવા બારણું પાછળ સંતાઈ રહ્યો હતો, તે વખતે વસંતશ્રી પિતાની સખીને કહેવા લાગી, “હે પ્રિય સખી! જે પ્રાણનાથ નહીં આવે તે હું મારા શિયળને શી રીતે સાચવીશ? અને જે તે કુશળપૂર્વક આવશે તે પણ આ દ્વષી રાજા તેમનું અમંગળ કરશે,” હા ! હા ! હમણાં મારું મૃત્યુ નજીક લાગે છે. એવામાં હરિબલ પોતાની પ્રિયાના કુળને છાજે એવા વચન સાંભળી તરત પ્રગટ થઈ વસંતશ્રી સામે આવ્યું. પતિને જોઈ રોમાંચિત શરીરે પતિના ક્ષેમકુશળ પૂછવા લાગી. ત્યાર બાદ મદનવેગના દુષ્ટ મનોરથનું સર્વ વૃત્તાંત સ્વામિને કહ્યું. તે શાંત ચિત્તે સાંભળ્યા પછી હરિબલે પ્રિયાને પિતાનું સર્વ વૃત્તાંત સંભલાવ્યું. તે સાંભળી વસંતશ્રી બેલી, “હે સ્વામિન! મારી ભગિનીને ઉદ્યાનમાં શા માટે મૂકી આવ્યા? તેને મળવાને હું ઘણી ઉત્સુક છું, આપ એમ ન ધારતાં કે શકયને જોઈ હું ખેદ પામીશ. પછી પત્ની સહિત હરિબલ કુસુમશ્રીને લેવા ઉદ્યાનમાં આવ્યું. - કુસુમશ્રી પણ પોતાના પતિ સાથે વસંતશ્રીને આવતી
ઈ સામે દેડી અને વસંતશ્રીના પગે પડી. પછી બન્ને ભગિનીઓ પરસ્પર ક્ષેમકુશળ પૂછતી રથમાં બેસી ઘેર આવી, તે બંને બહેનોને પરસ્પર એવો પ્રેમ થયે કે જેનારને સગી