________________
કરી આવ. હે બંધુ! તારા સિવાય અગ્નિમાં પ્રવેશ કણ કરી શકે? તે સાંભળી હરિબલ વિચારવા લાગ્યું કે ચક્કસ આ પ્રપંચ કુમંત્રીએ જ રચેલે છે. અને પૂર્વે પણ એ દુષ્ટ પ્રધાનના કહેવાથી જ રાજાએ મને લંકા મેકલેલે.” કહ્યું
उपकृतिरेव खलानां दोषस्य महीयसो भवति हेतुः । - अनुकूलाचरणेन हि, कुप्यंति, व्याधयोऽत्यर्थम् ॥१॥
અર્થ:–મોટા દેશનું કારણ કેઈપણ હોય તો તે દુષ્ટ પુરુષે પર ઉપકાર કરે એ જ છે. જેમ અનુકૂળ આચરણથી વ્યાધિ વધારે કોપે છે.”
માટે મેં તેને ઘેર જમવા બોલાવ્યો તે મોટી ભૂલ કરી છે. પણ હવે કઈ ઉપાય નથી પરંતુ પહેલાંની માફક ખાટી પટ્ટી ભણાવીશ. એમ વિચારી એણે રાજાનું વચન સ્વીકાર્યું. અને ઘેર આવી બનેલી બાબત બન્ને સ્ત્રીઓને કહી, તે સાંભળી અને સ્ત્રીઓ ખેદ પામી-અને કહેવા લાગી –હે નાથ ! અમે તમને પહેલા ના કહેલી તે પણ તમે રાજાનું વચન કેમ માન્ય રાખ્યું ?
હરિબલ બોલ્યા કે તમારે ભવિષ્યની ચિંતા ન કરવી બધું સારું થશે. આ તરફ રાજાએ નગર બહાર એક મોટી ચિતા કરાવી પછી રાજા અને પ્રધાન હરિબલને માન સત્કારથી સાક્ષાત્ ચંડિકા જેવી ચિતા પાસે લાવ્યા. હરિબલે અહીં આગળ જલાધિષ્ઠાયક દેવનું સ્મરણ કર્યું. તેથી તે દેવ ગુપ્ત રીતે આ બધી વાત જાણ્યા પછી તે બોલે,