________________
પ૦
અહિં મહારાજાએ પોતાનો મનસૂબે મંત્રીને જણાવ્યો. પણ જેવા ને તેવાજ મળે ત્યાં સુબુદ્ધિ સૂઝે કયાંથી? મંત્રીએ પણ તેને દુષ્ટ વિચારમાંથી પાછા ન વાળે અને તેની હાજી; હા ભણવા લાગે તેથી રાજા કામાગ્નિથી વધુ બળવા લાગે.
એક દિવસ સભામાં મંત્રીના શીખડાવવાથી રાજા બોલ્યા, “હે સભાસદે! સાંભળે.” મારે મારી પુત્રીના લગ્ન મેટા ઠાઠમાઠથી કરવાનાં છે. એ કઈ વીરપુરુષ છે કે જે લંકાધિપતિ વિભીષણ કે જેની સાથે મારે ગાઢ મૈત્રી છે. તેને વિવાહનું આમંત્રણ આપી આવે ?”
આવું તને બાથ ભીડવા જેવું આમંત્રણ સ્વીકારવા કેણ તૈયાર થાય? બધા નીચું જોઈ ચૂપ બેસી રહ્યાં. પછી રાજાએ હરિબલ સામું જોયું ત્યાં દુષ્ટાત્મા મંત્રી બલ્ય, હે રાજન્ ! હરિબલ જે વિષમ કાર્ય કરનાર આપણાં રાજ્યમાં બીજું કોઈ નથી. “ગજરાજને વહન કરવા ગ્ય ગજરાજ જ ઉપાડી શકે.” મંત્રીના વચન સાંભળી રાજા બોલ્ય; હે સૌભાગ્યશાળી હરિબલ! આ કાર્ય તારા સિવાય કેઈ કરવા સમર્થ નથી માટે આ કાર્ય તેજ કર.
દાક્ષિણ્યતાને લીધે હરિબલે તેનું વચન સર્વમાન્ય રાખ્યું. ઉત્તમ પુરુષોની દાક્ષિણ્યતા પણ પ્રધાન હોય છે. દરબાર બરખાસ્ત થયા પછી હરિબલ પિતાને ઘેર આવ્યું અને સર્વ વાતથી વસંતશ્રીને વાકેફ કરી. આથી તે ખેદ પામી બોલવા લાગી હે સ્વામિન્ ! આપણે જ્યારે રાજાને ત્યાં ભેજન કરવા ગયેલા ત્યારે તેને મારા ઉપર રાગ ઉત્પન્ન