________________
પિતાની કાયા લાગી અને આ
સંદેહ ! આમ વિચારી તેણે નિશ્ચય કર્યો કે મારા ઉપર ગમે તે પ્રકારની આપત્તિ આવી પડે. તે પણ વિષવલ્લી જેવી હિંસાને નહીં આદરું. એમ ચિતવતે, તે ત્યાં દેવકુળમાં રહ્યો. - હવે કઈ એક દિવસ તે નગરની રાજકુમારી વસંતશ્રી નગરશાભા જેતી ગવાક્ષમાં બેઠી હશે. એવામાં તેણે એક ઉત્તમ રૂપવાળા હરિબલ નામને શ્રેષ્ઠીપુત્રને રસ્તે જતાં જોયો. તેને જોવાથી રાજકુમારીને કામરાગ ઉત્પન્ન થયો. તેથી તેને પોતાની દાસી પાસે બોલાવી મંગાવ્યો. અને સ્નેહે કરીને મધુર વચને બોલવા લાગી. હે સપુરુષ! સાંભળ.” આજથી મેં અમારા પ્રાણ તને અર્પણ કર્યા છે. આથી હે હરિબલ! આપણે
આ નગર મૂકી દેશાંતરે જઈશું અને વિવાહ કરી આપણે બને ભેગ ભેગવીશું. હરિબલે પણ રાજકુમારીના મુખ કમળથી કુલની માફક પડતા વચન સાંભળી અને તેનું રૂપ - લાવણ્ય જોઈ મેહને વશ થઈ કુમારીનું સર્વકથન કબુલ કર્યું કહે, કેવી કારમી કરામત છે કામદેવની ! જેથી તેના ભેળા ભક્તોને ભય પણ નાશ પામે છે. દેવયોગે તે બંનેએ જે સ્થાન અને રાત્રિ પ્રયાણ માટે નિયત કરેલી તે જ રાત્રિએ અને તે જ સ્થાને હરિબલ માછલાં ન મળવાથી આવી રહ્યો હતો. “ગુપ્ત કામે રાત્રિની અંધારપછેડીમાં જ થાય છે. કારણ કે ગુપ્ત કામ કરનારાઓ ભાસ્કરથી ભય પામે છે.”
કુંવરીએ શ્રેષ્ઠીપુત્રને અર્ધરાત્રિએ દેવકુળમાં નિયત દિવસે આવવાનું કહ્યું અને પોતે વચન આપ્યું કે હું પણ તે રાત્રિએ સુવર્ણ અને રત્ન આદિ લઈને રથ સાથે આવીશ. આ પ્રમાણે એક બીજા નવી દુનિયા વસાવવાનો મનસૂબો