________________
૪૧
ઘડીને જુદા પડયાં. તેઓ તે રાત્રિની ઇંતેજાર કરવા લાગ્યા. કે જે રાત્રિએ પલાયન થવાનું છે. અને એ રજન પણ આવી પહોંચી. અહિં શ્રેષ્ઠીપુત્ર રાત્રે કપડાં પહેરી, સંકેત. સ્થાને જવા માટે નીકળે છે. ત્યાં કયોગે તેની બુદ્ધિ ફરી. અને તે પેાતાના મનમાં વિચારવા લાગ્યો. કાણુ જાણે છે કે આગળ શું થશે? અણુવિચાયું" કાર્ય કરવાથી જીવતર પણ નાશ પામે છે. વળી કદાચ રાજાને ખબર પડશે તો સહુથી પહેલાં મારા કુટુંબનો જ વધ કરશે, માટે આ રાજપુત્રી નિશ્ચય વિષવલ્લી સમાન છે. એની સાથે મારે કાંઈ પ્રયોજન નથી.
કચેા પુરુષ જાણી જોઈને ભડભડતા ભડકા સાથે માથ ભીડે ? આમ વિચારી તે પેાતાના ઘરે પાછા આવ્યા અને સૂતા. અહિંયા કુવરી મણિ કનક રૂપ તેમજ રત્નાદિ લઈ ઘેાડા પર સવાર થઈ સકેતસ્થાને નિર્વિઘ્નપણે આવી.
અહિંયા અનેક પ્રકારના તર્કવિતર્ક કરતા હરિમલે દેવળ મહાર પગરવ સાંભળ્યેા. થેાડીવારમાં તે એક કન્યા તે દેવળમાં આવી. રૂપાની ઘંટડી જેવા અવાજે ખેલી; હે હિરઅલ ! તું અહીં આવી પ્હોંચ્યા છે ? હિરખલ હુંકાર દુઈ વિચારે છે. કાજળ વરસાવતી અધારી રાતમાં મને ખેલાવનારી આ કાણુ હશે ? એના રૂપ લાવણ્ય અને શણગારથી તે રાજકન્યા જેવી દેખાય છે. પણ આમ અડધી રાતે રાજકન્યા મહેલ મૂકી અહીં શા માટે આવે ? માટે
આ કાઇ વનદેવી હાવી જોઈ એ. રાજકન્યા બહુ નજીક આવીને ખાલી, હું હરિમલ ! આ વખત આમ ગુમાવવા જેવા નથી માટે ત્વરાથી મહાર ચાલ. ત્યાં આપણે અશ્વ આભૂષણ